નવસારી કલેક્ટર કચેરીમાં ચીટનીશ વિભાગના નાયબ મામલતદારનો સાગરીત ૩.૭૮ લાખની લાંચ લેતા ઝડપાયો છે. નાયબ મામલતદાર નિલેશ પરમાર વતી વચેટીયો અલ્તાફ એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે.
નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામની જમીન એન.એ કરવા માટે નાયબ મામલતદારના વચેટીયાએ લાંચ માગી હતી. ઘટનાની બાતમી મળતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં વચેટીયો લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. હાલ તો પોલીસે વચેટીયા અલ્તાફની ધરપકડ કરી નાયબ મામલતદાર નિલેશ પરમારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.