નર્મદા: સીસોદરા ગામે લિઝના વિરોધમાં મહિલાઓના ધરણા, ચૂંટણી બહિષ્કારની ચીમકી

41

નર્મદા જિલ્લાના સિસોદરા ગામે લિઝના વિરોધમાં ગામની મહિલાઓ રણચંડી બની તંત્રના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહી છે.છેલ્લા ૨-૩ વર્ષોથી સિસોદરા ગામમા લિઝ ચાલુ કરવા મુદ્દે લીઝ સંચાલક અને ગામ લોકો વચ્ચે ચકમક જર્યા કરે છે.અગાઉ નાંદોદના પૂર્વ સ્ન્છ હર્ષદ વસાવાએ લીઝ મુદ્દે સિસોદરા ગામના લોકો સાથે એક બેઠક કરી હતી ત્યારે મામલો થાળે પડ્યો હતો, પરંતુ હાલમાં લિઝનું કામકાજ ફરી ચાલુ થઈ જતા મામલો પાછો ગરમાયો છે.સિસોદરા ગામની મહિલાઓએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યુ છે અને જો કોઈ નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

નાંદોદ તાલુકાના સિસોદરા ગામના નદી કિનારા વિસ્તારમાં હાલ લિઝ સંચાલક દ્વારા રેતી કાઢવાનું કામકાજ ચાલુ કરાયું છે.એ કામગીરીના વિરોધમાં ગામની મહિલાઓએ ગામમા જ ઉપવાસ આંદોલન ચાલુ કર્યા છે.મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે કે આ લિઝ ચાલુ થવાથી અમારા ગામને મોટું નુક્શાન થશે, અમારું ગામ નીચાણ વાળા વિસ્તારમાં આવેલું છે તો લિઝ ચાલુ થવાથી અમારા ગામમા ભવિષ્યમાં પાણી ભરાશે તો એનો જવાબદાર કોણ. ફક્ત એક માણસના ફાયદા માટે ગામ લોકોને હેરાન થવું પડે છે.અમે નર્મદા જિલ્લાની દરેક કચેરીઓમાં આ મામલે રજૂઆતો કરી તે છતાં અમારું કોઈ સાંભળતું નથી અમારા વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ પણ અમારી વાત સાંભળતા નથી.

જ્યાં સુધી આ લિઝ બંધ નહિ ત્યાં સુધી અમે અમારું ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું, અને અવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જ્યારે સિસોદરા ગ્રામ પંચાયતના સરપંચ બુધાભાઈ દરવાભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં મંદિરની બાજુમાં લિઝ ધારક દ્વારા આદીવાસી સમાજનો રૂમ, નજીકમાં આદિવાસીઓનું પાક્કું સ્મશાન બનાવી આપવા બાંહેધરી અપાઈ છે.આ લિઝ ચાલુ થવાથી ગામના ૧૦૦ થી વધુ આદીવાસીઓને રોજના ૩૦૦ રૂપિયા મજૂરીના મળે છે.