નર્મદા જિલ્લામાં લગ્નમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી બેન્ડવાજા વગાડવા માટે મંજૂરી અપાઈ

35

રાજ્યમાં કોરોનાનો કહેર શરૂ થયો છે ત્યારથી ડીજે અને બેન્ડબાજાના તાલે લગ્નો યોજાઈ રહૃાા નથી. શુભ મુહૂર્ત પર લગ્નની તારીખ નીકાળી હોવા છતાં પણ લગ્ન પર કોરોનાનો કાળો કેર વર્તાયો છે. તેવામાં ગુજરાતમાં હવે નર્મદા જિલ્લામાં લગ્નમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી બેન્ડવાજા વગાડવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. અને ૧૦૦ લોકોને જાહેરનામા અંતર્ગત મંજૂરી અપાશે. કોરોનાનાં કાળા કહેરને કાળે અનેક લોકોનાં લગ્ન અટકી પડ્યા છે.

તો રાજ્ય સરકારે પણ ૧૦૦ લોકોને જ મંજૂરી આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. કોરોના કાળ પહેલાં લગ્ન ધામધૂમથી યોજવામાં આવતાં હતા. ડીજે અને બેન્ડવાજાના તાલે લોકો નાચી કૂદીને જશ્ર્ન મનાવતાં હતા. પણ કોરોના કાળે આ તમામ પરંપરાઓ બદલી કાઢી છે. તેવામાં હવે નર્મદામાં લગ્નમાં શરણાઈ ગુંજશે અને બેન્ડવાજા અને ડીજેનાં તાલે જાન પણ નીકળશે. પણ તેમાં પણ લગ્નમાં ૧૦૦ લોકોને જાહેરનામા અંતર્ગત જ મંજૂરી આપવામાં આવશે. તેવામાં આગામી સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે બેન્ડને મંજૂરી આપવામાં આવી શકે છે.