ધોળકામાં ટ્રક અને આઇશર ધડાકાભેર અથડાયા, એકનું મોત

39

રાજ્યમાં આજકાલ અકસ્માતોની વણઝાર થઈ ગઈ છે. રોજ સવાર ઉગેને અકસ્માતના કારણે મોતની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન ગઈકાલે રાતે ધોળકાના કલીકુંડમાં એક અકસ્માત થયો હતો. આ અકસ્માતનો વીડિયો સીસીટીવીમાં કેદ થઈ જતા તેનો સમગ્ર ઘટનાક્રમ જાણી શકાયો છે. અહીંયા એક એક કન્ટેનર અને આઇશર ધડાકાભેર અથડાયા હતા જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલા કલીકુંડ વિસ્તારમાં એક નવું રેસ્ટ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. આ રેસ્ટહાઉસની પાસે એક નવનિર્મિત બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં અકસ્માત કેદ થયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ૩-૪ વ્યક્તિને ઇજા પહોંચી છે.

ગઈકાલે રાતે કલીકુંડમાં કન્ટેનર અને આઇશર ધડાકાભેર અથડાતા કરૂણાંતિકા સર્જાઈ હતી. આ અકસ્માત બાદ ક્રેન બોલાવી અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રક કન્ટેનર સાથે અથડાતા કન્ટેનરમાં ઘૂસી ગયો હતો. જ્યારે એક વ્યક્તિનું તો સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી હાથધરવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનારા વ્યક્તિને નજીકની કલિકુંડ પાર્શ્ર્વનાથ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સીસીટીવી વીડિયો આવતા તે સોશિયલ મીડિયા પણ વાયરલ થયો હતો. આ અકસ્માતના પગલે હાઇવે પર ચક્કાજામ થઈ ગયો હતો. બાદમાં એક ક્રેનની મદદથી કન્ટેનરમાં ઘૂસી ગયેલા ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો. હાઇવે પર અવાનનવાર બેકાબૂ ઝડપના કારણે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આ સ્થિતિમાં અકસ્માતોને કાબૂ લેવાનો એક માત્ર ઉપાય સાવધાની છે.