દ્વારકા બાદ વિરપુર જલારામ બાપા મંદિર પણ હોળીના તહેવારોમાં બંધ રહેશે

12
VIRPUR-TEMPLE-દ્વારકા
VIRPUR-TEMPLE-દ્વારકા

Subscribe Saurashtra Kranti here

ફુલડોલોત્સવની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવતા હોય છે

ગુજરાતમાં કોરોનાના કેસો અંકુશમાં નહીં આવતા દ્વારકા મંદિર બાદ વિરપુરનું પ્રસિદ્ધ જલારામ બાપા મંદિર પણ દિવાળીના તહેવારોમાં બંધ રાખવાનો નિર્ણય લેેવાયો છે. કોરોનાનો કેર વધવાની સાથે સરકાર ગાઇડલાઇનનું કડક પાલન કરાવવાની કોશીશ કરી રહી છે. આ મહિને હોળી પણ છે. ત્યારે હોળી-ધુળેટીના પવિત્ર દિવસોમાં લોકો મોટી સંખ્યામાં મંદિરે જતા હોય છે. જેના કારણે દ્વારકા મંદિર બાદ વિરપુરનું જલારામ બાપાનું મંદિર પણ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દ્વારકા મંદિર ૨૭થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે.

વિશ્ર્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર ૨૭થી ૩૦મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમણ વધે નહીં તે માટે હોળી-ધુળેટીના તહેવારને કારણે વીરપુર જલારામ મંદિર શનિ, રવિ, સોમ અને મંગળ એમ ચાર દિવસ ભાવિકો માટે બંધ રહોશે.

Read About Weather here

અગાઉ મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે પરામર્શ કરી મંદિર ફુલડોલોત્સવ દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લીધો. નોંધનીય છે કે ૨૮મી તારીખે હોળીનો પવિત્ર પર્વ છે. જેના કારણે ફુલડોલોત્સવની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here