Subscribe Saurashtra Kranti here.
દેવ ભૂમિ દ્વારકા
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હરિપર ગામમા જાપામાં આવેલી ચા અને પાનની દૃુકાનમાં ગેસનો સિલિન્ડર ફાટતા અફરાતફરીનો માહોલ છવાયો છે. આ દૃુકાનમાં આગ લાગતા બાજુમાં આવેલી એગ્રોની દૃુકાનમાં પણ આગ ભભૂકી ઉઠતા ત્યાં પણ બધુ બળીને ખાખ થયું છે. આ આગને કારણે ચાર લોકને સામાન્ય ઇજા પહોંચી છે. જેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આસપાસનાં સ્થાનિકોએ આગ લાગતાની સાથે સતર્કતા દાખવીને દૃુકાનમાં પાણીનો મારો ચલાવ્યો હતો જેના કારણે આગ કાબુમાં આવી ગઇ હતી. આ બંને દૃુકાનોમાં આગ લાગવાથી બધું બળીને ખાખ થઇ જતા અંદાજે ૫ લાખ રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ છે.
Read About Weather here
કલ્યાણપુર તાલુકાના હરિપર ગામમા હસુભાઈ જેઠાભાઇ સોનગરા નામના વ્યક્તિની દૃુકાનમાં ગેસનો સિલિન્ડર ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ છવાયો હતો.
ચા અને પાનની દૃુકાનમાં ચા બનાવતી વખતે ગેસના બાટલામાં આગ લાગતા ચાર વ્યક્તિઓ દાજ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હાલ તેમની હાલ સ્થિર છે.
આગ વિકરાળ આગ લાગતા સ્થાનિકોએ સાથે મળી પાણી દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. જેના કારણે આગે બુઝાઇ ગઇ હતી અને ગામલોકોને રાહત મળી હતી. આ બંને દૃુકાનમાં આગ લાગતા અંદાજીત ૫ લાખનું નુકસાન થયાનો અંદાજ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here