દુ:ખિયારાની આંખના અશ્રુ લુંછવા વડાપ્રધાન આજે મોરબીમાં

દુ:ખિયારાની આંખના અશ્રુ લુંછવા વડાપ્રધાન આજે મોરબીમાં
દુ:ખિયારાની આંખના અશ્રુ લુંછવા વડાપ્રધાન આજે મોરબીમાં
મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલની દુર્ઘટના અને સેંકડો પરિવારોના જીવનમાં વિપદા અને આઘાતની આંધી લાવનાર હૃદયદ્રાવક ઘટનાથી વ્યથિત થઇ ઉઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દુ:ખિયારા પીડિતોની આંખના અશ્રુ લુંછવા માટે મોરબીની મુલાકાત લઇ રહ્યા છે. વડાપ્રધાન એમના મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓના કાર્યક્રમોમાં હાજરી આપીને બપોર બાદ મોરબી પહોંચે તેવી શક્યતા હોવાનું સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાનનું આગમન થઇ રહ્યું હોવાથી રાજકોટ અને મોરબી બંને જિલ્લામાં વહીવટીતંત્ર સતર્ક થયું છે અને સુરક્ષા સહિતની તમામ તૈયારીઓને તડામાર રીતે આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન મોરબીમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. વડાપ્રધાન ઘાયલોને મળીને એમના ખબર-અંતર પૂછવાના છે. તેઓ દિવંગતોના પરિજનોને પણ મળશે અને દુર્ઘટના ગ્રસ્તોને સાંત્વના પાઠવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.વડાપ્રધાન દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લેશે તેવું જાહેર થયું છે. દુર્ઘટના બન્યા બાદ ગુજરાતના જેટલા કાર્યક્રમોમાં વડાપ્રધાને હાજરી આપી ત્યાં પણ વડાપ્રધાને મોરબીનો ઉલ્લેખ કરીને ગળગળા સુરમાં જણાવ્યું હતું કે, હું ભલે શારીરિક રીતે અહીં તમારી વચ્ચે છું પણ વાસ્તવમાં મારુ મન તો મોરબીમાં દુર્ઘટનાગ્રસ્તોની સાથે છે.

વડાપ્રધાન મોરબીના દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરશે અને એમના દુ:ખમાં સહભાગી થશે અને એમને સાંત્વના પાઠવશે. આજે વડાપ્રધાને મહીસાગર જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળા પર આવેલા વિખ્યાત આદિવાસી શહીદ સ્મારક માનગઢ હિલ પહોંચી આદિવાસી વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. એ પછી વડાપ્રધાને પંચમહાલ જિલ્લાના ગોધરામાં નવી મેડિકલ કોલેજના શિલાન્યાસ સહિત રૂ.800 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

Read About Weather here

અત્રે એ ઉલ્લેખનીય છે કે, મોરબીની હોનારત દુર્ઘટના પછી ગુજરાતના ઘણાબધા કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હોવા છતાં વડાપ્રધાનનું મન તો મોરબીમાં જ લાગેલું હતું. તેમણે એ દરેક કાર્યક્રમોમાં મોરબીને યાદ કરી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. એટલે જ એમણે ગુજરાતના કાર્યક્રમોમાંથી સીધા મોરબી આવવાનું નક્કી કર્યું છે. એમની મુલાકાત એ તમામ દુર્ઘટના અસરગ્રસ્તોના દુ:ખના ઘાવ પર રાહતરૂપી મલમનું કામ જરૂર કરશે. વડાપ્રધાન મોરબીમાં મોટું રાહત પેકેજ પણ જાહેર કરે તેવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here