દિવાળી પહેલા અમદાવાદ ફાયર વિભાગએ તૈયારીઓ શરૂ કરી છે. ફટાકડાના કારણે આગ ન લાગે તેના માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયમાં માત્ર ફાયર કર્મચારીઓને રજા મળશે. તો વળી બીજી બાજુ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે.
ચાલુ વર્ષે ઔદ્યોગિક એકમોની આસપાસના વિસ્તારોમાં ફટાકડાથી આગ ન લાગે તે માટે કાળજી રાખવા આયોજન કરાયું. તો રહેણાંક વિસ્તારની આસપાસમાં આગ લાગે તો ફાયરવિભાગના તમામ વાહનોને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા સેનીટાઈઝરનો ઉપયોગ કરી ફટાકડા ન ફોડવાની સૂચના આપવામાં આવી છે.