દેશની રાજધાનીની આબોહવા સતત ખરાબ થતી જઈ રહી છે, રવિવારે પણ દિલ્હીમાં એર ક્વૉલિટી ઈંડેક્સ ઘણું ખરાબ નોંધાયું છે, આજે પીએમ ૨.૫નો સ્તર ૧૫૯ નોંધાયો છે, જે સારો ના કહી શકાય, અમારા સંવાદદાતાએ મોર્નિંગ વૉક પર નીકળેલા વ્યક્તિઓ સાથે વાતચીત કરી જેમાંના એકે જણાવ્યું, ’પ્રદૃૂષણથી શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને કોરોના પણ ચાલી રહૃાો છે. પ્રદૃૂષણ ઘટાડવા માટે સરકારે પગલાં ઉઠાવવાં જોઈએ, જો કે દિલ્હી સરકાર સતત પ્રદૃૂષણને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરી રહી છે. મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લાગૂ કરી છે, જે અંતર્ગત દિલ્હીના વાયુ પ્રદૃૂષણને ઘટાડવામાં આવી શકે છે.
દેશની રાજધાનીમાં પ્રદૃૂષણ ઘટાડવા માટે મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે રેડ લાઈટ ઑન, ગાડી ઑફ અભિયાનની પણ શરૂઆત કરી છે, જો કે સરકારનું કહેવું છે કે દિલ્હીમાં પ્રદૃૂષણ ત્યારે જ ઘટશે જ્યારે આજુબાજુના રાજ્યોાં પરાલી સળગાવવા પર પ્રતિબંધ લાગે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહૃાું હતું કે પ્રદૃૂષણ અને ખાસ કરીને પરાલીનું પ્રદૃૂષણ માત્ર દિૃલ્હીની સમસ્યા નથી, આ આખા ઉત્તર ભારતની સમસ્યા છે, કેમ કે આનાથી દિલ્હીની હવા ઝેરીલી થઈ રહી છે તો ત્યાં જ શનિવારે ભારતીય હવામાન ખાતાના એક અધિકારીએ કહૃાું હતું કે નોર્થ- વેસ્ટ તરફ ચાલી રહેલ હવાઓ પરાલી સળગાવવાના પગલે પેદા થતા પ્રદૃૂષક તત્વોને પોતાની સાથે લાવી રહી છે, જેને કારણે દિલ્હીમાં પ્રદૃૂષણ વધી રહૃાું છે.