દાદરાનગર હવેલીના રાજકારણમાં પણ હવે ગરમાવો આવ્યો છે. કારણ કે, દાદરાનગર હવેલીના સાત ટર્મ સુધી સાંસદૃ રહેલા નેતા હવે જેડીયુમાં જોડાયા છે. આ નેતાએ લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો અને અપક્ષમાંથી લોકસભાની ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ લોકસભા ઇલેક્શન જીતી અપક્ષમાંથી સાંસદ બન્યા હતા.
રિપોર્ટ અનુસાર દાદરાનગર હવેલીના અપક્ષના સાંસદ મોહન ડેલકર જેડીયૂમાં જોડાયા છે. મોહન ડેલકાર સાત ટર્મ સુધી દાદરાનગર હવેલીના સાંસદ રહી ચૂક્યા છે. મોહન ડેલકર અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ સાંસદ બન્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણી સમયે તેઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષમાંથી ચૂંટણી લડી હોવા છતાં પણ લોકોનું સમર્થન તેમને મળતા તેઓ અપક્ષમાંથી સાંસદ બન્યા હતા.
લોકસભાની ચૂંટણી પહેલા મોહન ડેલકરે દાદરાનગર હવેલીના પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે અને તેમને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી જીત્યા હતા. સાંસદ મોહન ડેલકરે હવે જ્યારે જેડીયુમાં જોડાવવાન નિર્ણય કર્યો છે ત્યારે દાદરાનગર હવેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.