થરાદમાં સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટની બદલી કરવા નાયબ કલેકટરને કરી રજૂઆત

43

થરાદૃ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટનો કર્મચારી રેફરલ હોસ્પિટલને પોતાની જાગીર સમજી બેઠો હોય તેમ મનસ્વી વર્તન કરે છે, તે કોઈને પણ ગાંઠતો નથી. જોકે, રાજ્યની સંવેદનશીલ સરકાર સમગ્ર રેફરલ હોસ્પિટલને બદનામ કરતા આ કર્મચારીને સુધારવાની તેને શિસ્તના પાઠ ભણાવે તેવી જાગૃત નાગરિક દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. થરાદ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટની બદલી કરવા જાગૃત નાગરિક દ્વારા નાયબ કલેકટરને રજૂઆત કરી છે.

થરાદની સિવિલ હોસ્પિટલમાં ફોર્માસિસ્ટ તરીકે કેટલાંય વર્ષોથી હનીફ.ટી. ઘાંચી નામનો વ્યક્તિ ફાર્મસિસ્ટ તરીકે ફરજ બજાવે છે. આ કર્મચારી તેના સમયપાલનમાં અનિયમિત છે, તે તેની મરજી મુજબ દવાની બારી પર બેસે છે. આથી હોસ્પિટલમાં દર્દીને દવાની જરૂરિયાત હોય ત્યારે સમયસર મળી નહીં શકવાના કારણે દર્દીઓને નાછૂટકે બહારથી દવા લાવવી પડે છે. તેમજ પ્રજાને સરકારની દવાઓનો લાભ મળતો નથી અને ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડે છે.