રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત ચેકિંગ કરવામાં આવી રહૃાું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ એવી જગ્યા કે જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોય એવી જગ્યા પર ખાસ ચેકિંગ હાથ ધરાયું છે. છેલ્લા ત્રણ દિવસમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હોય તેવી ૧૫ જગ્યાને સીલ કરવામાં આવી છે અને આજે ભાભા હોટલમાં ચેિંકગ હાથ ધરાયું છે.
આજે રાજકોટની પ્રખ્યાત ભાભા હોટલમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને ચેકિંગ હાથ ધરાયું હતું. જો કે હોટલમાંથી કોઈ વાંધાજનક કંઈ મળ્યું ન હતું. આ ઉપરાંત શહેરના પેડક રોડ, સંત કબીર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં પણ તપાસ કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોય એવી ૧૫ જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનરે જણાવ્યું હતું કે, ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે. અત્યારે સંક્રમણ ફેલાવવાની શક્યતા વધારે છે. આવા સમયે સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ ખૂબ જરૂરી છે. અહીં પણ લોકો માસ્ક પહેર્યા વગર નજરે પડે તો તરત તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે.