17 May, 2021
HomeGUJARATતાલાલા પાલિકાએ ૧૭ હજારથી વધુ મતદૃારોને એક લાખની અકસ્માત પોલિસી આપી

તાલાલા પાલિકાએ ૧૭ હજારથી વધુ મતદૃારોને એક લાખની અકસ્માત પોલિસી આપી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં વસતા ૧૭ હજારથી વઘુ મતદારોને પાલિકા દ્વારા એક લાખની અકસ્માત વીમા પોલિસીથી સુરક્ષિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પોલિસીનું એક વર્ષનું પ્રમિીયમ પણ પાલીકા દ્રારા ભરવામાં આવ્યુ છે. જે નિર્ણયને શહેરીજનો દ્વારા આવકારવામાં આવી રહૃાો છે. તો બીજી તરફ પાલિકાના સત્તાધીશોના આ નિર્ણયને આગામી પાલિકાની ચૂંટણી સાથે જોડવામાં પણ આવી રહૃાાનો ગણગણાટ લોકોમાં શરૂ થયો છે. આ અંગે તાલાલા પાલિકાના અશોકભાઈ પાઠકે આપેલ વિગત મુજબ તાલાલા શહેરમાં નગરપાલિકાના છ વોર્ડમાં વસવાટ કરતા કુલ ૧૭,૬૫૯ મતદારોને રૂ.એક લાખની અકસ્માત પોલિસી પાલિકાના ખર્ચે આપવાનો નિર્ણય સતાધીશોએ કર્યો છે.

આ એક વર્ષની અકસ્માત વીમા પોલિસીનું પ્રતિ મતદાર માટે ભરવાનું થતું રૂ.૨૨નું પ્રિમીયમ પાલિકા દ્વારા ચૂકવવામાં આવ્યું છે. આમ,પાલિકાએ ૧૭,૬૫૯ પોલિસી માટે રૂ.૨૨ લેખે કુલ રકમ રૂ.૩,૮૮,૪૯૮ ની રકમનો ચેક પાલિકા પ્રમુખ ઉષાબેન લક્કડ, અમિતભાઈ ઉનડકટ, ચીફ ઓફિસર જે.બી દુસરાએ વીમા કંપનીના અધિકારી આર.એચ વ્યાસને આપ્યા છે. જેના કારણે આગામી એક વર્ષ સુધી તાલાલા શહેરમાં વસતા ૧૭,૬૫૯ મતદારો અકસ્માત પોલીસથી સુરક્ષિત રહેશે.

અકસ્માત પોલિસીના એક વર્ષના સમયગાળા દરમ્યાન કોઈ મતદારનું અકસ્માતમાં અવસાન થાય તો રૂ.એક લાખની રકમનો ચેક અર્પણ કરવાની કામગીરી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, એક તરફ પાલિકાના નિર્ણયને આવકારવામાં આવી રહૃાો છે તો બીજી તરફ આગામી સમયમાં તાલાલા પાલિકાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે રૂ.૨૨માં એક મત અત્યારથી પાકો કરી લેવાની સત્તાધીશોની ચાલ હોવાનો ગણગણાટ પણ શહેરીજનોમાં થઇ રહૃાો છે.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!
Enable Notifications    OK No thanks