ડ્રાઈ સ્ટેટ ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા બમણી થઈ

36
DARU-VADODARA
DARU-VADODARA

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ રિપોર્ટમાં ખુલાસો

ગુજરાતથી એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આંકડાઓ મુજબ ગત પાંચ વર્ષમાં ડ્રાઈ સ્ટેટ ગુજરાતમાં દારૂનું સેવન કરતી મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. જ્યારે પુરુષોના દારૂ પીવાના મામલા ઘટીને અડધા થઈ ગયા છે. હાલમાં જાહેર થયેલ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ, ૨૦૧૯-૨૦ના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
ગુજરાતમાં કુલ ૩૩,૩૪૩ મહિલાઓ અને ૫,૩૫૨ પુરુષોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૦૦ મહિલાઓ (૦.૬%) અને ૩૧૦ પુરુષો (૫.૮%)એ દાવો કર્યો કે તેઓ દારૂ પીવે છે. જ્યારે ૨૦૧૫ના એનએફએચએસ સર્વેક્ષણ દરમ્યાન ૬૮ મહિલાઓ (૦.૩%) અને ૬૬૮ પુરુષો (૧૧.૧)એ દારૂ પીવાની વાત સ્વીકારી હતી. ૨૦૧૫માં ૬,૦૧૮ પુરુષો અને ૨૨,૯૩૨ મહિલાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

બંને આંકડાઓની સરખામણી કરીએ તો માલૂમ પડે છે કે ૨૦૧૫માં માત્ર ૦.૧ ટકા શહેરી મહિલાઓએ દારૂ પીવાની વાત સ્વીકારી હતી. જ્યારે ૨૦૨૦ના સર્વેક્ષણમાં ૦.૩ ટકા મહિલાઓ દારૂનું સેવન કરતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

૨૦૧૫માં દારૂ પીતા પુરુષોના મામલા ૧૦.૬ ટકા હતા, જ્યારે ૨૦૨૦માં આ ઘટીને ૪.૬ ટકા થઈ ગયા. જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં દારૂનું સેવન કરતી મહિલાઓના ટકા ૨૦૧૫માં ૦.૪ ટકાથી વધીને ૨૦૨૦માં ૦.૮ ટકા થઈ ગયા. દારૂ પીતા પુરુષોની સંખ્યા ૨૦૧૫માં ૧૧.૪ ટકાથી ઘટીને ૨૦૨૦માં ૬.૮ ટકા થઈ ગઈ છે.

Previous articleરાજનીતિમાં આવવાનુ દબાણ ન કરો, મને તકલીફ થાય છે: રજનીકાંત
Next articleઇઝરાયલ કોરોના મહામારીને હરાવવાવાળો પ્રથમ દેશ બનસે: નેતન્યાહૂ