ડેડિયાપાડામાં ગટરનું ઢાંકણું ખોલવા જતાં ૩ યુવકનાં મોત, પરિવારમાં શોક

12

ડેડિયાપાડા પંચાયત વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટર યોજનાની ઉભરાતી ગટરનું ઢાંકણું ખોલવા જતાં એક સાથે બે યુવાનનાં સ્થળ પર જ જ્યારે એકને સારવાર અર્થે લઇ જતી વખતે મોત થયું હતું. આ ઘટનામાં ત્રણ યુવાનના કરૂણ મોત નિપજતાં ડેડિયાપાડામાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

ડેડિયાપાડામાં રાત્રે ડેડિયાપાડાના મેન બજારમાં તાલુકા પંચાયત કચેરીની સામે આવેલી ગટરનું ઢાકણ ખોલવા ગયેલા રોહિત દાદુ વસાવતનો પગ લપસી જતાં તેઓ ગટરની કુંડીમાં પડી જતાં ઝેરી ગેસની અસર અથવા પાણીમાં ડૂબી જવાથી બેભાન થઈ ગયા હતા. જેને બહાર કાઢી સાથેના સોમા નાનજી વસાવા પણ અંદર પડી ગયેલા માટે તેમને બહાર કાઢવા ધર્મેશ સંજય પણ કુંન્ડીમાં જતાં બેભાન થઈ જતા તેઓને બચાવવા માટે જીગ્નેશ સંજય વસાવાને લોકોએ કુંડીમાં પડી ગયેલા માણસોને બહાર કાઢી તે પૈકી ધર્મેશ સંજય વસાવા, રોહિત રાજુ વસાવાના સ્થળ પરજ મોત થયા હતા.

જ્યારે સોમ નાનજી વસાવાને સારવાર માટે રીફર કરતાં રસ્તામાં મોત થયું હતું. ડેડિયાપાડામાં બનેલી કરુણ ઘટનાને લઈને નગરજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. મંગળવારે તાલુકા મથકે તમામ વેપારીઓએ બંધ પાળ્યો હતો. બીજી તરફ ચૂંટણીની મતગણતરી થયા બાદ વિજેતા ઉમેદવારોએ પણ તાલુકા મથકે સભા સરઘસ છે બેન્ડવાજા વગાડવામાં આવ્યા નહોતાં હતા. સાદાઈથી વિજયને વધાવ્યો હતો.