ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે હવે જોવું એ રહૃાું કે કોણ કોને હરાવે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં પક્ષપલટાનો દૃોર શરૂ થઈ ગયો છે. એવામાં ડાંગના રાજકારણમાં ગરમાહટ જોવા મળી છે. પૂર્વ કોંગી ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપનો ખેસ ધારણ કરશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દૃેવાઇ છે. જે અંતર્ગત વઘઇ તાલુકા ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે આ દૃરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત હાજર રહેતા ડાંગનું રાજકારણ ગરમાયું છે. મંત્રી ગણપત વસાવા દ્વારા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ દૃરમિયાન કોંગ્રેસના ૭૦ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. જો કે મંગળ ગાવિત હજુ ભાજપમાં નથી જોડાયા. ત્યારે મંગળ ગાવિતના ભાજપના કાર્યક્રમમાં હાજરીને લઇ રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાના ઈલેક્શન પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય હજુ વિધિવત ભાજપમાં જોડાયા નથી પરંતુ તે કોંગી કાર્યકરોના ભાજપમાં જોડાવવાના કાર્યક્રમમાં હાજરી આપતા તેમનું મન હજુ ઢચું પચુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.