ડાંગમાં આવેલો ફેમસ ગીરાધોધ વરસાદને પગલે સુંદર રીતે જીવંત થયો

ડાંગમાં આવેલો ફેમસ ગીરાધોધ વરસાદને પગલે સુંદર રીતે જીવંત થયો
ડાંગમાં આવેલો ફેમસ ગીરાધોધ વરસાદને પગલે સુંદર રીતે જીવંત થયો

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી,સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને પગલે દક્ષિણ ગુજરાતમાં આવેલું રમણીય હિલ સ્ટેશન ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે તેમાં પણ ડાંગમાં આવેલો ફેમસ ગીરાધોધ વરસાદને પગલે સુંદર રીતે જીવંત થયો છે.

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં આમ તો ખાસ કોઈ મોટા ધોધ નથી પરંતુ સાપુતારાના પહાડો અને લીલાછમ્મ જંગલોની વચ્ચે આવેલા આ ધોધનું સોંદર્ય અનોખું છે એક તરફ લીલુંછમ જંગલ અને વરસાદ વરસતા ભીની માટીની સુગંધ, પૂરજોશમાં વહેતું પાણી અને ધસમસતા પાણીનો અવાજ તમને દુનિયાના તમામ ટેન્શન ભૂલાવી દેશે કુદરતના ખોળે વસેલા ગીરા ધોધની આવી તાકાત છે આ ધોધ 35 મીટરની ઉંચાઈએથી પડે છે એટલે પાણીના પછડાવાનો અવાજ તમને આનંદિત કરે છે.

ગુજરાતના મોન્સૂન પ્રવાસન સ્થળોમાં ડાંગનો ગીરાધોધ સૌથી વધુ પ્રખ્યાત છે ચોમાસુ આવે એટલે લોકો ગીરા ધોધની સુંદરતા માણવા નીકળી જતા હોય છે ત્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ગીરાધોધ જીવંત થયો છે ગીરાધોધ જીવંત થતા જ ડાંગમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે ગીરાધોધનું આહલાદક દ્રશ્ય આંખે વળગે તેવુ છે હાલ વરસાદ બાદ ધોધમાંથી ધોધમાર પાણી ખળખળ વહી રહ્યું છે જે જોતા આંખોનો ટાઢક વળે તેવો નજારો દેખાય છે.

Read About Weather here

કોરોના કાળના કારણે પ્રવાસન સ્થળો બંધ કર્યા હતા જોકે હાલમાં જ બધા પ્રવાસન સ્થળો સહેલાણીઓ માટે ખુલ્લા મૂકી દીધા છે અને સાથે જ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોખમી વાળા તમામ ધોધ પર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here