અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સામાન્ય કરતા ઊંચુ તાપમાન અને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. હજુ શનિવાર સુધી વાદળો છવાયેલા રહેશે અને ત્યારબાદ ઠંડીનો દોર શરૂ થશે. જોકે ગત વર્ષે નવેમ્બરમાં જ ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
17 ડિસેમ્બરે જ સિંગલ ડિજિટમાં તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. આમ ડિસેમ્બરમાં જ કોલ્ડવેવ શરૂ થઈ ગયો હતો. જ્યારે સિઝનનું સૌથી નીચું તાપમાન 8.5 ડિગ્રી 13 જાન્યુઆરીના રોજ નોંધાયું હતું.. જ્યારે આ વખતે 15 ડિસેમ્બર હોવા છતાં એક- બે વખતને બાદ કરતા મહત્તમ અને લઘુતમ તાપમાન ઊંચું જ રહ્યું છે.
આ વખતે સૌથી નીચું લઘુતમ તાપમાન 9 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. જે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીના બીજા સપ્તાહમાં નોંધાશે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર, અમરેલી, ગિર -સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
Read About Weather here
જ્યારે 19 ડિસેમ્બર સુધી સૂકું વાતાવરણ રહેશે. ગુરુવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી રહ્યું હતું. જ્યારે સવારે પવનની ઝડપ 10 કિમીની હતી અને દિવસમાં પવન 16 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here