જ્યંતિરવિ પુડ્ડુચેરીના મુખ્ય સચિવ બનશે (20)

6
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

જ્યંતિ રવિ વિધાનસભા ચૂંટણી પહેલાં ચાર્જ સંભાળશે

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ પુડુચેરીના મુખ્ય સચિવ બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર તરફથી સૂચના મળતાં જ રાજ્ય સરકારે જયંતી વીને રાજ્યની સેવામાંથી છૂટાં કરવા માટેની ઔપચારિકતા આરંભી દીધી છે. આવતાં સપ્તાહ સુધીમાં જ જયંતી રવીને છૂટાં કરવાનો આદેશ બહાર પડી શકે છે.

Read About Weather here

પુડુચેરીમાં ૬ એપ્રિલે ૩૦ બેઠકો માટેની વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે, તે પૂર્વે જ જયંતિ રવી ત્યાં જઈને આ ચાર્જ સંભાળી લેવાનાં છે. તેમના ગયા પછી રાજ્ય સરકારમાં આવતાં સપ્તાહના અંત ભાગ સુધીમાં જ સચિવ તથા અન્ય કક્ષાએ ફરજ બજાવતા આઇએએસ અધિકારીઓની બદલીઓના હુકમો થશે.
આ અગાઉ ગુજરાત સરકારના ૧૯૮૭ બેચના લાલનુનમાવિયા ચુઆઉંગોને પ્રતિનિયુક્તિ પર એપ્રિલ ૨૦૧૮માં મિઝોરમના મુખ્ય સચિવ બનાવાયા હતા. તે જ મુજબ જયંતિ રવિને પણ પ્રતિનિયુક્તિ પર પુડુચેરીમાં મુખ્ય સચિવ બનાવાશે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here