જૂનાગઢ લો કોલેજમાં મહિલા રક્ષણમાં ન્યાયતંત્રની ભૂમિકા પર વકતૃત્વ સ્પર્ધા-વ્યાખ્યાનમાળા યોજાઈ

11

વિશ્વ મહિલા દિન અંતર્ગત

કોલેજોના 17 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, પ્રોફેસરો દ્વારા વિશેષ વ્યાખ્યાન અપાયું

જૂનાગઢ જુનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ તથા એન.આર.વેકરીયા માસ્ટર ઓફ લો પીજી સેન્ટરના સંયુકત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી . જેમાં કોલેજના 17 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . તેમજ કોલેજના પ્રોફેસરોએ પણ વિશેષ વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ . ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લો કોલેજના પ્રિન્સીપાલ ડો.પરવેઝ બ્લોચે સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટ દ્વારા ન્યાયતંત્રએ નિભાવેલી રક્ષક તરીકેની ભૂમિકા વિષે ઉડાણપૂર્વકનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપ્યું હતુ . ડો . નિરંજનાબેન મહેતાએ પ્રાસંગિક ઉદબોધનમાં નારી શકિત અંગે માહિતી આપી હતી . ક્રમનું સંચાલન કરતા ડો . કલ્પનાબેન રાઠોડે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને વકતૃત્વ સ્પર્ધાના મૂલ્યાંકન , વિષય વસ્તુ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી . વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનારા 17 જેટલા વિદ્યાર્થીઓએ પણ ન્યાયતંત્રની અગ્રીમ ભૂમિકા અંગેની તલસ્પર્શી વિસ્તૃત માહિતી આપી હતી . સરકારી વકીલ સૈયદસાહેબે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું . કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રો . તેજશ પરમાર , મયુરીબેન ગોંધીયા , ડો.ઉવર્શી દેવમુરારી , મનીષ લચ્છાણી સહિતના કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleજસદણમાં સાઈકલ યાત્રા સાથે ભૂલકાઓનો અનેરો સંદેશો
Next articleથાણેના ૧૬ હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લદાયું