ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચે આવેલા સાકરોલી ડેમમાં ડૂબી જતા બે કિશોર મિત્રોનાં મોત થતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બંને મૃતકો સારા મિત્રો હતા તેમજ બંને ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા. નાના એવા ગામમાં બે બે આશાસ્પદૃ કિશોરના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બંનેના પરિવાર પર જાણે કે આભ જ ફાટી પડ્યું છે. બંને કિશોરના મોતના સમાચાર મળતા જ ગામમાં આક્રંદૃ વ્યાપી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે હિમાંશુ રાજેશ રૈયાણી અને કેવિન શાંતિલાલ ગોંડલીયા નામના બંને કિશોર પોતાના મિત્રો સાથે ચુડા નજીક આવેલા સાકરોલી ચેકડેમમાં ન્હાવા માટે ગયા હતા.
બધા મિત્રો ચેકડેમમાં ન્હાતા હતા ત્યાં અચાનક હિમાંશુ અને કેવિન ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બચાવો બચાવોની બૂમો વચ્ચે બીજા મિત્રોએ હિમાંશુ અને કેવિનને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ચેકડેમમાં પાણી ખૂબ ઊંડુ હોવાથી પોતાના મિત્રોની નજર સામે જ િંહમાશું અને કેવિન પાણીમાં ગરક થઈ ગયા હતા. અનેક મિત્રો હાજર હોવા છતાં પાણી ઉંડુ હોવાથો કોઈ બંનેની મદૃદૃ કરી શક્યું ન હતું. આ દૃરમિયાન બચાવો બચાવોની બૂમો સાંભળી બાદૃમાં અન્ય લોકો પણદૃોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું.
બાદમાં હિમાંશુ અને કેવિનના અન્ય મિત્રો ગામમાં દૃોડી ગયા હતા અને બંનેના પરિવારજનોને જાણ કરી હતી. જે બાદૃમાં ગામના સ્થાનિક તરવૈયા અને મૃતકના પરિવારજનો બનાવનાં સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ પાણીમાંથી બંનેના મૃતદૃેહ બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદૃ મૃતદૃેહોને પોસ્ટ મોર્ટમ માટે ભેસાણ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગામના લોકોનાં કહેવા પ્રમાણે મૃતક હિમાંશુ અને કેવિન ખૂબ સારા મિત્રો હતા. બંને ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા. મૃતક કેવિન રાજકોટ અને હિમાંશુ ભેસાણની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. નાના એવા ગામમાં એક સાથે બે યુવાનોનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.