જૂનાગઢમાં ભક્તો વિના શિવરાત્રી મેળાનો પ્રારંભ

સાધુ-સંતોએ વિધિવત ધ્વજારોહણ સાથે મેળાની પરંપરાને જાળવી રાખી

દેશ-વિદેશમાં ખૂબ જ વિખ્યાત હોય તેવો જૂનાગઢના ભવનાથમાં યોજાતો શિવરાત્રિનો મેળો આ વખતની કોરોના મહામારી ને કારણે જાહેર જનતા માટે રદ કરવામાં આવ્યો છે પરંતુ સાધુ-સંતો દ્વારા શિવરાત્રીની પરંપરાને જાળવી રાખવા સાધુ સંતો દ્વારા જ આ વખતના શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે વહેલી સવારે સાધુ સંતો દ્વારા ધ્વજારોહણ સાથે જૂનાગઢની અંદર શિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ વખતનું યોજાતું આ શિવરાત્રી મેળો માત્ર સાધુ સંતો માટે યોજાશે સાધુ સંતો દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરી શાહી રવેડી અને શાહી સ્નાન સાથે મેળાની પરંપરાને જાળવી રાખવામાં આવશે તો આ વખતનું યોજાતો મેળો ભક્તો વિના માત્ર સાધુ સંતો માટે જ યોજાશે ભક્તો આ મેળા ના લાઈવ દર્શન ટીવી ચેનલોના માધ્યમથી કરી શકશે હાલ કોરોનાની મહામારી ને ધ્યાને લઇ મેળામાં જાહેર જનતાએ ન આવવા માટે અનેક સૂચનો પણ આપવામાં આવ્યા છે ત્યારે આજથી મેળો પ્રારંભ થતો હોય છે ત્યારે સાધુ સંતોએ વિધિવત ધ્વજારોહણ સાથે મેળા ની પરંપરાને જાળવી રાખી છે.