જૂનાગઢમાં કરાયેલા રૂ. ૧૧.૮૨ કરોડના વિકાસ કામોની જાણવાનીનો અભાવ

55

શહેરમાં રૂ. ૧૧.૮૨ કરોડ કરતા વધુનાં ખર્ચે વર્ષ ૨૦૧૫ થી ૧૮ દરમિયાન વિવિધ કામો થયા છે. પરંતુ તેમાંથી અનેક એવા કામ છે. જેનો હાલ કોઇ જ ઉપયોગ નથી. તેમજ જાળવણીનો પણ અભાવ છે. પરિણામે કરોડો રૂપિયાનો ખર્ચ એળે ગયો છે. ખાસ કરીને મજેવડી ગેઇટ બન્યા બાદ એક પણ દિવસ તેના તાળાં ખુલ્યા નથી. સર્કલ ચોકનો ટાવર બંધ છે. તાજેતરમાં કામ પૂર્ણ થયા એવા સરદાર ગેઇટમાં પણ માત્ર સરકારી કચેરીઓ જ બેસે છે. આ ઉપરાંત ટાઉન હોલ હોવા છતાં પણ મહાનગરપાલિકામાં લાખોનાં ખર્ચે સભાખંડ બનાવવામાં આવ્યો છે.

મજેવડી ગેઇટ,કામ શરૂ થયું-૨૦-૦૫-૨૦૧૬, કામ પૂર્ણ થયું-૧૯-૦૭-૨૦૧૭,કામનો ખર્ચ-૧,૪૦,૯૧,૬૬૭, ઉપયોગ:હાલ કોઇપણ પ્રકારનો ઉપયોગ થતો નથી. સાઇકલ ટ્રેક અને ફુટપાથનો કોઇ જ ઉપયોગ થતો હતો. માત્રને માત્ર આ ટ્રેક ખર્ચ કરવા બનાવ્યો હોઇ તેવું લાગી રહૃાું છે. જેથી પ્રજાનાં રૂપિયાનો વ્યય થયો છે. આ ટ્રેકની યોગ્ય તપાસ પણ થવી જરૂરી છે.