જૂનાગઢમાં એલઆરડી જવાનો ગરબે ઘૂમ્યા: ગૃહમંત્રી જાડેજાએ આપ્યા તપાસના આદેશ

40

રાજ્યમાં એકબાજુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને લઈને સરકાર અને પોલીસ દ્વારા નિયમો બનાવી સરકાર અને પ્રજાને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. પણ આ જ નિયમો સરકાર અને પોલીસને લાગુ પડતાં નથી. ભાજપના કાર્યક્રમો હોય કે પોલીસનાં, તેઓનાં કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરાં ઉડતાં જોવા મળે છે. અને આ બંને ઉપર કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. આવો જ એક કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો હતો. જેમાં દીક્ષાંત સમારોહ પહેલાં પોલીસનાં જવાનો ગરબે ઘૂમ્યા હતા. જેના રિપોર્ટ મીડિયામાં સામે આવતાં જ પોલીસ બેડા અને ગૃહ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. હવે આ મામલે જૂનાગઢ ટ્રેનીંગ સેન્ટરના ડીવાયએસપી વાણિયાનું હાસ્યાસ્પદૃ નિવેદૃન સામે આવ્યું છે. ડીવાયએસપી વાણિયાનું નિવેદન તમને જણાવીએ એ પહેલાં આ મામલે રાજ્યના એડીજીપી વિકાસ સહાયે તપાસના આદૃેશ આપી દૃીધા છે.

અને વીડિયોને આઘાતજનક ગણાવ્યો છે. તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અને તેઓએ કહૃાું કે, ઘટના સમયે કોઈ પોલીસ અધિકારીઓ હાજર હતા કે કેમ તેની પણ તપાસ થશે. અને રિપોર્ટના આધારે કડક તપાસ કરવામાં આવશે. આ મામલે રાજ્યના એડીજીપી વિકાસ સહાયે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. અને વીડિયોના આધારે તપાસના આદેશ આપ્યા છે. અને ચાર દિવસમાં રિપોર્ટ સોંપવા માટે આદેશ પણ કર્યો છે. વિકાસ સહાયે કહૃાું કે, વીડિયો ખુબ જ આઘાતજનક છે. અને ઘટનાને લઈ યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

અને હાલ વીડિયોની ખરાઈ કરવામાં આવી રહી હોવાનું કહૃાું હતું. આ ઉપરાંત તેઓએ કહૃાું કે, વીડિયોમાં પોલીસ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. તો હવે આ મામલે જૂનાગઢ ટ્રેનીંગ સેન્ટરના ડીવાયએસપી વાણિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અને ટ્રેનીંગ સેન્ટર દ્વારા કાર્યક્રમ યોજાયો હોવાની પૃષ્ટિ પણ કરી દૃેવામાં આવી છે. ટ્રેનીંગ સેન્ટરના ડીવાયએસપી વાણિયાએ કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ, નિયમોની સાથે કાર્યક્રમ કર્યો હોવાનો દાવો કર્યો હતો. અને સાથે જણાવ્યું હતું કે, સાત મહિનાથી તાલીમાર્થીઓ બહાર ગયા નથી અને તમામ તાલીમાર્થીઓનું રોજ ચેકિંગ કરાય છે.