જીતુ સોમાનીના આક્ષેપ પર મોહન કુંડારીયાનો જવાબ, કહૃાું- તમારા આક્ષેપ તમને મુબારક

14
Saurashtra Kranti logo
saurashtra kranti logo

મોરબી ભાજપ પ્રમુખ તેમજ ત્યાંના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપર જીતુભાઈ સોમાણીએ ગઈકાલે ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહૃાું હતું કે, મોહનભાઈ ’મારી હત્યા કે જીવલેણ અકસ્માત કરાવી શકે તેમ છે’. ત્યારે જીતુભાઈના આક્ષેપ બાદ મોરબી જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જો કે, જીતુભાઈના આક્ષેપનો જવાબ આપતા મોહનભાઈ કુંડારીયાએ આજે કહૃાું છે કે, પોતે કરેલી ભૂલોને છૂપાવવા માટે બીજા માર્ગે ધ્યાન રવા હાલમાં આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમણે કરેલા આક્ષેપો તેમને જ મુબારક છે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ભાજપના પ્રમુખને જિલ્લા ભાજપ પ્રમુખે નોટિસ આપતા રાજકારણ ગરમાયું છે.

વાંકાનેરના લોહાણા સમાજના કદાવર નેતા જીતુભાઈ સોમાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપર આક્ષેપ સાથેનો લેટર બોમ્બ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમા લખ્યું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપે નક્કી કરેલ ટિકિટ ફાળવણી માટેની ગાઈડ લાઇનનો ભંગ માળીયા નગરપાલિકામાં થયો હોવા છતાં ત્યાં કેમ નોટિસ નહી? અગાઉ માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી તેમ છતાં તેઓની સામે કેમ કોઈ પગલા લેવામાં આવ્યા નથી? અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ મોહનભાઇ કુંડારીયાએ અગાઉ ધમકી આપી હતી અને તેઓ જીતુભાઈ સોમાણીને મારી નાખશે અને બનાવ અકસ્માતમાં ખપાવી દેશે તેવો ભય વ્યક્ત કર્યો છે.

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ તેમાં વાંકાનેર નગરપાલિકાના ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ ક્ષતિના કારણે રદ કરવામાં આવ્યુ હતું અને ડમી ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણી હતા. જે ચુંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બની ગયા હતા અને તે ચૂંટણી લડ્યા હતા. તેઓ તેમની પેનલ સાથે વાંકાનેરમાં વિજેતા બન્યા છે. ત્યારે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારબાદ મોહનભાઇ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે.

Previous articleઅમદાવાદમાં રાત્રે ખાણીપીણીની બજારો બંધ કરવાની વાત માત્ર અફવા: એએમસી
Next articleસુરતમાં કોરોના: ૪ લાખ લોકો ક્વોરેન્ટાઈન, રસી લીધા બાદ ૩ ઈજનેરોને કોરોના