પશ્ચિમ વિસ્તારમાં રહેનારા હજારો રાજકોટીયનમાં આનંદ
રાજકોટના હદય સમા વિસ્તારમાં ગંજાવર ખર્ચે બનાવવામાં આવનારા આધુનિક બસ પોર્ટમાં જગ્યા ટુંકી પડી ગઇ હોવાથી હવે એસટી તંત્રને ફરજીયાત પણે શહેરના ચારેય ખુણે એસ.ટી. બસ સ્ટેશનો ઉભા કરવાની કવાયત કરવી પડી રહી છે. એ મુજબ જામનગર શહેર અને જિલ્લા તરફ જવા માટે તમામ એસટી બસો માધાપર ચોકડીએથી રવાના થશે તેવું એસટી વિભાગીય નિયામકની યાદીમાં દર્શાવવામાં આવ્યું છે. જામનગર અને એ પટ્ટા પર વધુ આગળ જવા માંગતા મુસાફરોને માધાપર ચોકડી પરથી એસટી બસ પકડવાની રહેશે. માધાપર ચોકડીથી જ એ બધી બસો ઉપડશે.
તદ ઉપરાંત મોરબી તરફ જવા માટેની એસટી બસો પણ માધાપર ચોકડીએથી જ ઉપડશે તેમ જાણવા મળ્યું છે. આ સગવડ થતા રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં રહેતા હજારો લોકોને ફાયદો થવાનો છે અને દૂર દૂર સોસાયટીઓમાંથી છેક રાજકોટની મધ્યમાં આવવું નહીં પડે. જામનગર અને મોરબી જવા માટે માધાપર ચોકડી બસ મથકથી એસટી બસો મળતી થઇ જશે.