જામનગર : પિતરાઇ બહેનનાં સગાઇ પ્રસંગમાં આવેલા ભાઇએ ઝેર ગટગટાવ્યું

જામનગર : પિતરાઇ બહેનનાં સગાઇ પ્રસંગમાં આવેલા ભાઇએ ઝેર ગટગટાવ્યું
જામનગર : પિતરાઇ બહેનનાં સગાઇ પ્રસંગમાં આવેલા ભાઇએ ઝેર ગટગટાવ્યું
જામનગર નજીક ખીજડીયા સોલ્ટમાં સગાઈનાં પ્રસંગમાં આવેલા ભાઈએ પોતાની માતાનો ઠપકો સહન નહીં થતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જેથી ભારે કરૂણાતિકા સર્જાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

સગાઈના પ્રસંગમાં મદદ નહીં કરનાર ભાઈને માતાએ ઠપકો આપતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના ખીજડીયા સોલ્ટમાં રહેતા નિલેશ જેસિંગભાઈ મકવાણા નામના 18 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ બની ગયા પછી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નીતિનભાઈ જેસીંગભાઇ મકવાણાએ પોલીસને જાણ કરતા પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Read National News : Click Here

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક નિલેશના કુટુંબી ભાઈ સુરેશભાઈની પુત્રીઓને ત્યાં સગાઈનો પ્રસંગ હોવાથી મૃતક યુવાન અને તેનો ભાઈ વગેરે આવ્યા હતા અને કોઈ કામમાં મદદ કરતા ન હતા. જેથી તેની માતા કમુબેને ઠપકો આપ્યો હતો અને આપણે બહેનોની સગાઈના પ્રસંગમાં આવ્યા છીએ, જેમાં તમે કોઈ મદદ કરતા નથી અને તૈયાર થઈને માત્ર આંટાફેરા જ કરો છો, તેમ કહી ઠપકો આપ્યો હોવાથી માઠું લાગી આવતાં ઝેરી દવા પી લઇ મોતને મીઠું કરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here