જામનગરમાં ૨૧ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી

18

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ૯ના છેડે આવેલા વિસ્તારમાં રહેતી એક ૨૧ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના પટેલ કોલોની શેરી નં.૯ના છેડે આવેલા વિસ્તારમાં રહેતી ડિમ્પલબેન વિનુભાઇ આસોડિયા (ઉ.વ.૨૧) નામની યુવતીએ આજે બપોરના સમયે તેણીના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસતા યુવતીનું મોત નિપજ્યું હોવાથી આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

પોતાના મનથી આત્મહત્યા કરી હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખપોલીસે એક સ્યુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં યુવતીએ પોતાની રીતે જ આ પગલું ભરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોતાના પરિવારજનોનો કોઈ વાંક ના હોવાનો ઉલ્લેખ કરી તેઓને હેરાન ના કરવાનું લખ્યું છે.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.