જાફરાબાદમાં ત્રણ વર્ષની બાળકીને મારનાર દીપડો આખરે પાંજરે પૂરાયો

11
leopard-catching-amreli
leopard-catching-amreli

દીપડોને પકડવા પાંજરામાં કેમેરા મૂકી સતત લોકેશન મેળવતા હતા

દીપડો નું પાંજરાપોળ : અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના હેમાલ ગામમાં ૨૪ કલાક પહેલાં ત્રણ વર્ષની બાળકીને મારનારા દીપડાને પકડવા વનવિભાગની ટીમ સતત દોડતી હતી. જાફરાબાદ વનવિભાગની ટીમ અને અન્ય વનવિભાગની મદદ મેળવી અલગ અલગ પાંજરા ગોઠવી દીધા હતા અને મોડી રાતે વનવિભાગે દીપડાને પાંજરામાં પુરી દીધો હતો.https://saurashtrakranti.com/

ત્રણ વર્ષની બાળકીને દીપડાએ મારતાં આસપાસના ગામો અને સ્થાનીક લોકો ફફડી ઉઠ્યા હતા. ત્યારે વનવિભાગ ટીમ દ્વારા દીપડાને પકડવા પાંજરામાં કેમેરા મૂકી સતત લોકેશન મેળવતા હતા. દીપડાની ગતિવિધિ પર વનકર્મી સતત વોચ રાખતા હતા અને દીપડા નજર ચુકી અન્ય વિસ્તારમાં ન જાય તેની સતત તકેદારી રાખતા હતા. જ્યારે આખરે મોડી રાતે વનવિભાગનુ ઓપરેશન પાર પડતા સ્થાનિકો અને વનવિભાગએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here