Subscribe Saurashtra Kranti here.
એએમસી દક્ષિણ ઝોન કચેરી ખાતે જાન લઇને પહોચ્યા હતા
દાણીલીમડામાં પાર્ટી પ્લોટના અભાવનો અનોખો વિરોધ
અમદાવાદ એએમસી દક્ષિણ ઝોન કચેરી ખાતે જાન લઇને પહોચ્યા હતા મહાનગરપાલિકાની દક્ષિણ ઝોન ઓફિસ ખાતે યુગલે લગ્નના જોડામાં અનોખો વિરોધ નોંધાવ્યો હતો. દાણીલીમડા વોર્ડમાં લગ્ન પ્રસંગ માટે યોગ્ય જગ્યાનો અભાવ હોવાથી મુસ્લિમ યુગલ ઢોલ અને જાનૈયાઓ સહિત એએમસી દક્ષિણ ઝોન ઓફિસ ખાતે પહોચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
દાણીલીમડા વોર્ડમાં એએમસી દ્વારા પાર્ટી પ્લોટ ફાળવવામાં આવ્યો છે પણ ૭ મહિના પછી પણ તેનું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવ્યુ નથી. જેને કારણે દાણી લીમડા વોર્ડના યુવા કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ AMC દક્ષિણ ઝોન કચેરી ખાતે જાન લઇને પહોચ્યા હતા અને ત્યા જ લગ્ન અને જમણવાર કરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
Read About Weather here
દાણીલીમડા વોર્ડ કોંગ્રેસ સમિતી હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વરરાજા-વધુ અને જાનૈયાઓ મોટા મોટા બેનર લઇને અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસમાં પહોચી ગયા હતા અને તેના પ્રાંગણમાં જ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ઓગષ્ટ ૨૦૨૦માં મુખ્યમંત્રી દ્વારા ઓનલાઇન ખાત મૂહુર્ત કાર્યક્રમ થયા પછી પણ પાર્ટી પ્લોટના કામમાં રૂકાવટ કેમ તેવા અનેક સવાલ ઉભા કરવામાાં આવ્યા હતા. કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટિંસગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here