જસદણ પાસે કારે બાઇકને ટક્કર મારતા અકસ્માત: યાર્ડના વેપારીનું મોત (28)

Jasdan-Accident-જસદણ
Jasdan-Accident-જસદણ

Subscribe Saurashtra Kranti here.

જસદણ માર્કેટયાર્ડમાં હરસિદ્ધિ એન્ટપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે

જસદણથી ૧૨ કિલોમીટર દૃૂર બળધોઇ ગામ પાસે મોડી રાત્રે એક બાઇકસવારને પાછળથી એક કારે ટક્કર મારતા યાર્ડના વેપારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. વેપારીના બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં માતમ છવાય ગયો છે. કારચાલકે આ અકસ્માત પહેલા અન્ય બે વ્યક્તિને પણ અડફેટે લેતા બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જસદણ માર્કેટયાર્ડમાં હરસિદ્ધિ એન્ટપ્રાઇઝ નામની પેઢી ધરાવતાં ભરતભાઈ મેરામભાઈ જાદવ (ઉં.વ.૫૦) પેઢી બંધ કરી પોતાના બળધોઇ ગામ બાઇક પર આવી રહૃાાં હતા. ત્યારે પાછળથી ફૂલસ્પીડે આવતી એક કારે તેમને ટક્કર મારી હતી. આથી ભરતભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે યાર્ડમાં અને બળધોઇ ગામમાં શોક વ્યાપી ગયો હતો.

અંગે મૃતકના ભાઈએ અજાણ્યાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતા આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કારે અન્ય બે વ્યક્તિઓને હડફેટે લીધાં હોય અને એમને સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ જતા પોલીસ દોડી આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. મૃતક ભરતભાઇને બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે. બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે.

Read About Weather here

કારચાલક અકસ્માત બાદ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં કાર અને બાઇકનો કચ્ચરઘાણ નીકળા ગયો છે. લોકોના ટોળા એકત્ર થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here