જસદણમાં વેપારી સાથે ધોળેદિવસે ૩.૧૦ લાખની લૂંટ, ઘટના સીસીતીવીમાં કેદ

50

રાજકોટના જસદણમાં વેપારી સાથે ધોળેદિવસે લૂંટની ઘટના સામે આવી છે. જસદણમાં બેંકનાંથી પૈસા ઉપાડીને નીકળેલા એક વેપારીના થેલામાંથી પૈસા ઝૂંટવી અને નાસી ગયા હતા. ઘટનાના પગલે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસતા બે લબરમૂછિયા જેવા શખ્સો સીસીટીવી વીડિયોમાં કેદૃ થયા હતા. જોકે, ઘટનાના પગલે વેપારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની વિગત એવી છે કે જસદૃણ નવા માર્કેટિંગ યાર્ડમાં વિહળાનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા શૈલેષભાઈ મધુભાઈ ભાયાણી પેઢી માટે શહેરના નવા બસસ્ટેન્ડ નજીક આવેલી આઈ.સી.આઈ.સી. બેંકે પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. બાદમાં બેંકમાંથી તેમણે રૂ.૧.૧૦ લાખ ઉપાડ્યા હતા અને તેમની પાસે રહેલા થેલામાં રૂ.૨ લાખ અગાઉથી જ હતા.

પછી કુલ રૂ.૩.૧૦ લાખ થેલામાં નાંખીને બેંકેથી તેઓ ઘરે ટીફીન લેવા માટે જતા હતા અને ટીફીન લઈને પોતાની પેઢીએ ખેડૂતોને બીલ ચૂકવવા માટે જવાના હતા. દરમિયાન બવેપારીએ પૈસા ભરેલો થેલો બાઈકમાં ટીંગાડી બાઈક ચાલુ કર્યું અને તુરંત જ એક શખ્સે તે થેલામાં રહેલા રૂ.૩.૧૦ લાખ રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો. આ ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દિવાળી પહેલાં જ આ લૂંટારૂઓએ જસદણના વેપારીને ધનતેરસ બગાડી નાંખી છે.

કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉન બાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય એવું લાગી રહૃાું છે. રોજ રોજ ચોરી, લૂંટ અને છેતરિંપડી જેવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી રહે છે. ત્યારે પુણામાં ફાયનાન્સ કંપનીના કર્મચારીને છરી બતાવીને હજારો રૂપિયા લૂંટી લીધા હતા. ત્યારે સારોલીગામ ગોયલ ટાઉનશીપમાં આવેલા શ્રી આનંદૃ ઈમ્પેક્ષના માલીક પાસેથી રૂપિયા ૧૫.૮૭લાખનો સર્કુલર નિટેડ ફેબ્રીક્સનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરિંપડી કરનાર સારોલીની શ્યામસંગીની માર્કેટના વેપારી સામે પોલીસમાં નોંધાયો છે.