જગન્નાથજીની રથયાત્રામાં હિલિયમ એરોસ્ટે ડ્રોનથી 300મી ઉંચાઈથી બાજ નજર રહેશે…

જગન્નાથજીની રથયાત્રામાં હિલિયમ એરોસ્ટે ડ્રોનથી 300મી ઉંચાઈથી બાજ નજર રહેશે
જગન્નાથજીની રથયાત્રામાં હિલિયમ એરોસ્ટે ડ્રોનથી 300મી ઉંચાઈથી બાજ નજર રહેશે

અમદાવાદ શહેરમાં 7 જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે.રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં બીજા રાજ્યો સહિત આસપાસના શહેરો અને ગામડાંમાંથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, શહેરમાં આ વખતે હિલિયમ એરોસ્ટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવનાર છે, જેને એજન્સીઓ પાસેથી મંગાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સરહદી વિસ્તારમાં તેનો ઉપયોગ થતો હોય છે, આ વખતે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં તેનો ઉપયોગ થવાનો છે.

અમદાવાદમાં આ વખતે રથયાત્રામાં ખાસ આકર્ષણ તરીકે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં હિલિયમ એરોસ્ટે ડ્રોનનો ઉપયોગ થવાનો છે, જેને હિલિયમ બલૂન સાથે 300 મીટર ઉપર હવામાં સ્થાયી કરવામાં આવશે. આ બલૂનની ચારે તરફ હાઈ રિઝોલ્યુશન કેમેરા નાઈટ વિઝન ફોકસ હોય તેવા લેન્સ અને તેને ખાસ મોનિટરિંગ કરી શકાય તેવા એક્સપર્ટને આ માટે રાખવામાં આવશે.

સામાન્ય રીતે આ ટેક્નોલોજીનો ઉપયોગ સરહદી વિસ્તારમાં થાય છે, તેમ જ જમ્મુ કાશ્મીરમાં જ્યાં તંગદિલી જેવું વાતાવરણ હોય છે. એટલે કે કોઈ જગ્યાએ આશંકા કે ટોળા ભેગા થાય તે સમયે કઈ રીતે મોનિટરિંગ કરાય તેના માટે આખી વ્યવસ્થા આ બલૂન દ્વારા કરવામાં આવે છે અને તેનું મોનિટરિંગ કર્યા બાદ સ્થાનિક એજન્સી તેનું ડિટેઈલિંગનું કામ કરે છે.

જગન્નાથજીની રથયાત્રામાં હિલિયમ એરોસ્ટે ડ્રોનથી 300મી ઉંચાઈથી બાજ નજર રહેશે... હિલિયમ એરોસ્ટે ડ્રોન

આ વખતે અમદાવાદની રથયાત્રામાં પણ આ એરોસ્ટે ડ્રોન ઉપયોગમાં આવશે. જેના કારણે શહેરના મહત્વના વિસ્તારોમાં તેનાથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં મોનિટરિંગ કરી શકાશે.રથયાત્રા માટે પોલીસ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાશે.અમદાવાદ શહેરમાં હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે, તે માટે શહેર પોલીસ અને રાજ્યના પોલીસવાળા સહિતના તમામ અધિકારીઓ દ્વારા ખાસ પ્લાનિંગ કરી દેવામાં આવી છે.દર વર્ષે રથયાત્રામાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.

જગન્નાથજીની રથયાત્રામાં હિલિયમ એરોસ્ટે ડ્રોનથી 300મી ઉંચાઈથી બાજ નજર રહેશે... હિલિયમ એરોસ્ટે ડ્રોન

રથયાત્રાના રૂટ અને જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. રથયાત્રાના બે દિવસ પહેલા જ પોલીસ મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર ગોઠવાઈ જાય છે. ત્યારે આ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.સીપી સહિતના પોલીસ અધિકારીઓએ મંદિરે દર્શન કર્યા હતાં.સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here