ચકચારી બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં સીઆઈડી ક્રાઇમને મોટી આશંકા

37
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બાબુ શેખનું કસ્ટોડિયલ ડેથ થયું ત્યાર બાદ તેની લાશ સગેવગે કરી દેવાઈ હતી. એક વર્ષ પછી પણ પોલીસને લાશ મળી રહી નથી. સીઆઇડી ક્રાઇમને આશંકા છે કે બાબુ શેખની લાશ કેનાલમાં પધરાવી દેવામાં આવી હશે, જેથી ૧૫ દિવસમાં આજે બીજી વાર લાશ શોધવા છાણી વિસ્તારની નર્મદા કેનાલ ખાલી કરાવી લાશની શોધખોળ આરંભી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ચકચારી બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ ડી.બી વાઘેલા સહિત છ જણાની ધરપકડ કરાઈ છે અને તેમને જેલના સળિયાની પાછળ મોકલી દેવામાં આવ્યા છે.

શેખ બાબુનો મૃતદેહ શોધવા માટે ગાંધીનગર સીઆઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ સમા-છાણી વિસ્તારની નર્મદા કેનાલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એક કંકાલ મળ્યું હતું, પરંતુ એ કંકાલ માનવીનું નહીં પણ પ્રાણીનું હોવાનું ખુલાસો થયો હતો. ત્યારબાદ વડોદરા નજીક મહી કોતર અને ગામોની સીમમાં પણ સીઆઇડી ક્રાઇમ દ્વારા શેખ બાબુની લાશ શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પરંતુ કઈ મળી આવ્યું નહોતું. બાબુ શેખની લાશ શોધવા નર્મદા કેનાલમાં સર્ચ ઓપરેશન કરવા સીઆઇડી ક્રાઇમની ટીમે વડોદરા ફાયરબ્રિગેડ એનડીઆરએફ એસડીઆરએફ નર્મદા કોર્પોરેશન વિભાગોની મદદ લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. બાબુ શેખની લાશ શોધવા નર્મદા કેનાલ ખાલી કરાવતા ૧૫ દિવસમાં બીજી વખત સાડા ત્રણ લાખ નાગરિકોને પીવાના પાણીની આજે રામાયણ ઊભી થઇ છે.