અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સીતાબા હોસ્પિટલના ડોક્ટરને ફોન કરી કરણ રબારી નામના શખ્સે રૂ. ૧૦ લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. તે બહુ લોકોની પત્તર ફાડી છે. તું મને ૧૦ લાખ આપી દેજે કહી ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સોલાના શિલ્પ બંગ્લોઝમાં રહેતા અને સીપીનગર ખાતે સીતાબા હોસ્પિટલ ધરાવતા ડો. પ્રકાશ પટેલ ૧૯૯૭થી ડોક્ટર તરીકે કાર્યરત છે. સોમવારે રાબેતા મુજબ અન્ય હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને તપાસી અને સીતાબા હોસ્પિટલમાં હાજર હતા ત્યારે અજાણ્યાં નંબર પરથી તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ કહૃાું હતું કે, ડો. પ્રકાશ બોલો છો? ડોક્ટરે હા પાડતા તેણે કરણ રબારી બોલું છું.
તે બહુ લોકોની પત્તર ફાડી છે. તું મને ૧૦ લાખ રૂપિયા આપી દેજે. ડોક્ટરે તારા જેવા બહુ જોયા છે હું પોલીસ ફરિયાદ કરીશ તેવું કહૃાું હતું. જેથી સામેવાળી વ્યક્તિએ ગાળાગાળી કરી તું ૧૦ લાખ રૂપિયા નહીં આપે તો જોવું છું. તારી હોસ્પિટલ કઈ રીતે ચાલે છે.તેવી ધમકી આપી અને ફોન કાપી નાખ્યો હતો. આ બાબતે ડોક્ટરે હોસ્પિટલમાં ચર્ચા કર્યા બાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.