ઘાટલોડિયાના કોર્પોરેટરનું નામ મતદાર યાદીમાં સામેલ કરવા હાઇકોર્ટનો ચૂંટણી પંચને આદેશ

55

ઘટલોડિયાના કોર્પોરેટરનું મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાના મુદ્દે દાખલ કરાયેલી રિટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચને અરજદારનો નામ મતદૃાર યાદૃીમાં તાત્કાલિક ધોરણે સામેલ કરવાનો આદેશ કર્યો છે. કોર્પોરેટરનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું હતુ. ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે અરજદૃાર કોર્પોરેટરની ભૂલને લીધે આ સમસ્યા ઉત્પન્ન થઇ છે. જોકે ગુજરાત હાઇકોર્ટ રાજ્યના ચૂંટણી પંચને અરજદાર કોર્પોરેટર જતીનકુમાર પટેલનું નામ મતદાર યાદીમાં સામેલ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહૃાું કે ચુંટણી પંચ આજ સાંજ સુધીમાં નિર્દેશ આપે જેથી કરીને કાલ સવાર સુધીમાં ભૂલનો સુધારો થઈ શકે.

રાજ્ય સરકારના એડ્વોકેટ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે મતદાર યાદી રાજ્ય ચૂંટણીપંચને મોકલવામાં આવી હોવાથી હવે કલેક્ટર પણ કંઇ કરી શકશે નહીં. જે સુધારો મતદૃારયાદૃીમાં કરવાનું છે તે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જ કરવામાં આવી શકે છે. આ કેસમાં જો કોઈ સુધારો કરી શકે છે તે રાજ્ય ચૂંટણી પંચ છે. કોર્ટે આ મુદ્દે રાજયના ચૂંટણીપંચના વકીલને પણ ચૂંટણી પંચના સ્તધીશો સાથેની વાતચીત કરવાનો આદૃેશ કર્યો હતો.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે ઘાયલોડિયાના કોર્પોરેટર જતીન પટેલના પિતાનું અવસાન થતાં મતદાર યાદીમાંથી નામ કઢાવવા માટે ફોર્મ ભર્યું હતું. જોકે તેમના પિતાની સાથે સાથે તેમનું નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું હતું. ભાજપના વર્તમાન કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદૃાર યાદૃીમાંથી ગાયબ થતાં નામ પરત ઉમેરવા માટે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જતીન પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘાટલોડિયા બેઠક પરથી ભાજપ પક્ષમાંથી ટિકિટની માંગણી કરી છે.