ઘર ચલાવવા પૈસા ન આપતા રત્નકલાકાર ઉપર ચપ્પાના ઘા મારી જીવલેણ હુમલો

31
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

સુરતના અમરોલી ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી સાંજે ઘર ચલાવવા માટે પૈસા આપવાની ના પાડનાર યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પગમાં ઇજાના કારણે કામ ધંધો કરી નહી શકવાના કારણે હુમલાખોરે યુવક પાસે પૈસા માંગ્યા હતા, જે પૈસા આપવાની યુવકે ના પાડતા તેના ગળા, માથા, હાથના કાંડા સહિતના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી નાસી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્તના મિત્રની ફરિયાદ લઈ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

સુરતના અમરોલી મહાવીરનગરની સામે રઘુવીર સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા દિનેશભાઈ દેવરાજભાઈ આંબલીયા (ઉ.વ.૩૨)ઍ ગઈકાલે દુર્ગાપ્રસાદ બન્સુપ્રસાદ (રહે, ચાંમુડા નિવાસ ગદા મહોલ્લો અમરોલી ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, ગઈકાલે મોડી સાંજે સાડા સાતેક વાગ્યે અમરોલી ચાર રસ્તા પાંડવ હોસ્પિટલ પાસે આરોપી દુર્ગાપ્રસાદે તેને પગમાં ઇજા થઈ હોવાને કારણે કોઈ કામ ધંધો કરી શખતા ન હોવાથી રવિ પાસે ઘર ચલાવવા માટે પૈસા માંગ્યા હતા.

જોકે રવિઍ પૈસા આપવાની ના પાડતા તે ઍકદમ ઉશ્કેરાયો હતો અને રવિને જાનથી મારી નાંખવાના ઈરાદે ગળા, માથા, હાથના કાંડા, આંગળીના ભાગે ઉપરા ઉાપરી ચપ્પુના ઘા ઝીકી લોહીલુહાણ કરી નાસી ગયો હતો. રવિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.