ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી રૂ.25નો વધારો ઝીંકી દેવાતા ભારે દેકારો

44

કોમર્શીયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂ.95નો વધારો

ઇંધણ અને ગેસના ભાવો ઘટવાની શકયતાને બદલે ઉપરા ઉપર કિંમતમાં વધારો લાગુ કરવામાં આવી રહયો છે. પરિણામે દેશભરમાં હોબાળો મચી ગયો છે. આજે ઇન્ડીયન ઓઇલે વધુ એક ઝટકો આપ્યો છે અને થોડા દિવસના ગાળામાં ત્રીજી વખત ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.25નો આકરો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ રીતે ગેસ સિલિન્ડરનો ભાવ વધીને રૂ.838 થઇ ગયો છે.

ઘરેલુ ગેસમાં સિલિન્ડર દીઠ રૂ.25 વધારીને કંપનીએ લાખો મધ્યમવર્ગી પરીવારોના બજેટ પર વધુ એક કારમો ઘા માર્યો છે. કોમર્શીયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ આકરો વધારો કરવામાં આવ્યો છે. કોમર્શીયલના ભાવમાં એક સિલિન્ડર દીઠ રૂ.95 જેવો ભારે વધારો જાહેર કરાયો છે. કોમર્શીયલ સીલીન્ડરની કિંમત રૂ.1614 થઇ ગઇ છે.