ગોમતીપુરના પોલીસ કોન્સ્ટેબલે કર્યું ફાયરીંગ, એક યુવકને ઈજા

5

રવિવારે સવારે અમદાવાદ શહેરના વટવા રિંગરોડ પર ફાયિંરગનો બનાવ બન્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પણ થઇ છે. ઘટનાની મળતી માહિતિ પ્રમાણે વટવા રિંગરોડ પાસે આવેલા ગામડી ચાર રસ્તા પર આ ઘટના બની છે.

ગોમતીપુરના પોલીસ કોન્સ્ટેબલ નવઘણ ભરવાડે ફાયિંરગ કર્યુ છે. જેના કારણે એક યુવકને હાથમાં ઇજા થઇ છે. માત્ર એટલું જ નહીં પણ તલવારો વડે પણ હૂમલો થયાની માહિતિ મળી રહી છે. આ ઘટનામાં ઘાયલ થયેલાને સારવાર માટે શહેરની એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કોઇ યુવતિની બાબતમાં માથાકૂટ થયા બાદ આ હૂમલો થયો હોવોનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ એક્શન મોડમાં વી છે. અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન ગુનાખોરી અને ખુલ્લેઆમ ફાયિંરગના બનાવો વધી રહૃાા છે, જે શહેરની પોલીસ માટે ખુલ્લેઆમ પડકાર છે. તેમાં પણ આ ઘટનાની અંદર તો ખુલ પોલીસ કોન્સ્ટેબલ સામેલ હોવાની માહિતિ મળી છે.