આરોપી રફીક ભટુક ફરી શહેરમાં આવીને રહેવા લાગ્યો હતો
2002ના ગોધરા સાબરમતી એકપ્રેસ અગ્નિકાંડના મુખ્ય આરોપીઓ પૈકીના એક રફીક ભટુકને ઝડપી લેવામાં ગોધરા પોલીસને સફળતા મળી છે. ટ્રેન અગ્નિકાંડ બાદ ગોધરાથી નાસીને રાજયમાં અલગ-અલગ વિસ્તારમાં રહેતો આરોપી છેલ્લા કેટલાક સમયથી ગોધરા પાછો આવી ગયો હતો અને ફળની લારી કાઢીને ગુજરાન ચલાવતો હતો તેમ પોલીસે જણાવ્યું હતું.
પંચમહાલ અને ગોધરા પોલીસના એસઓજી દ્વારા ગોધના સીંગ્નલ ફરીયામાં દરોડો પાડીને રફીક ભટુકને ઝડપી લેવામાં આવ્યો છે. ગોધરામાં સાબરમતી ટ્રેન સળગાવવામાં આવી ત્યારે સહુ પહેલા એસ-6 ડબ્બા પર પેટ્રોલ છાંટવામાં રફીક ભટુક મોખરે હતું એવું પોલીસે જણાવ્યું હતું. આરોપી તરીકે નામ જાહેર થયા બાદ એ ગોધરા છોડીને નાસી છુટયો હતો. દિલ્હી અને અન્યત્ર વસવાટ કરતો હતો. હવે આ ઘટનાના મુખ્ય આરોપી પૈકીના માત્ર ત્રણને પકડવાના બાકી છે. આ પૈકીના બે સલીમ પાનવાલા અને શૌકત ચરખા હાલ પાકિસ્તાનમાં હોવાનું મનાઇ છે. બન્નેની ધરપકડ માટે રેડ ર્કોન્ર નોટીશ જાહેર કરવામાં આવી છે.