વડોદરાના ગોત્રી હરિનગર બ્રિજ પાસે બિનઅધિકૃત વિદેશી સિગારેટનું વેચાણ કરતા પાન પાર્લરમાં દરોડો પાડીને વડોદરા શહેર પોલીસે સિગારેટનો જથ્થો જપ્ત કરી દુકાન માલિકની ધરપકડ કરી હતી. ગોત્રી રોડ વિસ્તારના હરિનગર બ્રિજ નીચે આવેલ ક્રિષ્ણા કોમ્પલેક્સમાં અમર પાન નામની દુકાન આવેલ છે. આ દૃુકાનના સંચાલક જય ચંદીરામ કોટવાણી વિદેશી સિગારેટોનું ગેરકાયદે વેચાણ કરી રહૃાો હતો.
જોકે વિદેશી સિગારેટના પેકેટો ઉપર કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક ચેતવણી કે સૂચના વગર હોવાનું જણાઈ આવ્યું હતું. અમર પાનની દુકાનમાં વિદેશી સિગારેટના પેકેટોનું વેચાણ થઈ રહૃાું હોવાની બાતમી એસઓજીના પોલીસ સ્ટાફને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમે ઉપરોકત સ્થળે અમર પાન હાઉસની દુકાન ખાતે રેડ કરી હતી.જ્યાં દુકાનમાં હાજર સંચાલક જય કોટવાણીની પૂછપરછ સાથે દૃુકાનની તલાશી લીધી હતી.
આ મામલે દૃુકાનના સંચાલકની અટકાયત કરી કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેડ દૃરમિયાન વિદેશી સિગારેટના ૧૩ નંગ અને ગોલ્ડન વર્જિનિયા ટોબેકોના પેકેટ નંગ-૧ મળી કુલ ૧૪ પેકેટ િંકમત રૂા.૨૩૮૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સિગારેટ વેચાણના રોકડા રૂ.૧૧૨૦ મળી કુલ રૂ.૩,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Home GUJARAT