ગોતાબ્રિજ નીચે ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ, મોટી જાનહાનિ ટળી

41

શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને તેના આવન જાવન માટે ચોક્કસ સમય નિશ્ર્ચિત કરવામાં આવ્યો છે. છતાં બેફામ ડમ્પરો અને ટ્રકો દોડતી હોય છે. એસજી હાઇવે પર ગોતાબ્રિજ નીચે ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક બેફામ ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલ્લી જતા ડમ્પરનો પાછળનો ભાગ ઉંચો થઈ ગયો હતો. ડ્રાઈવર બેફામ આ ડમ્પર ચલાવતાં પાછળનો ભાગ ધડાકાભેર ઓવરબ્રીજ સાથે અથડાયતો દેખાય સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી પરંતુ આ પ્રકારના ડમ્પરો શહેરમાં બેફામ દોડે છે. છતાં ટ્રાફિક પોલીસ તેને હપ્તા લઈ ચલાવવા મંજૂરી આપે છે.

ગોતાબ્રિજ પાસેથી એક કારચાલકે ડમ્પરના પાછળના ભાગનું હાઈડ્રોલીક ઊંચું થયેલા રોડ પર દોડતા ડમ્પરનો વીડિયો ઉતાર્યો હતો. વાઇરલ થયેલા વીડિયોમાં ડમ્પરચાલક જોયા વગર જ હાઈડ્રોલીક ઊંચું થયેલા ભાગ સાથે ડમ્પર દોડાવ્યું હતું. બ્રિજ નીચે ચાર રસ્તા પાસે પહેલા ટેલિફોન વાયર તોડ્યો હતો અને બાદમાં ઓવરબ્રિજ પાસે અથડાવ્યું હતું. આ જ સમયે બે મહિલાઓ ત્યાંથી પસાર થતી દેખાય છે. સદનસીબે પાછળનો ભાગ તૂટયો નહિ નહીંતો કેટલાકને જીવ ગુમાવો પડતો.