ગેરકાયદે લાયન શો કરનારા 5 શખ્સને 3 વર્ષની, એકને 1 વર્ષની કેદ

ગીર ગઢડા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

ગીર ગઢડા સિવિલ કોર્ટે 7 આરોપી પૈકી 6ને સજા આપી, એકનો નિર્દોષ છૂટકારો

ગીર ગઢડાના જાખિયામાં 7 જેટલા શખ્સોએ સિંહ સમક્ષ મરઘી ફેંકી વિકૃત આનંદ લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ વન વિભાગે પોલીસની મદદથી તમામની ધરપકડ કરી હતી. આ કેસમાં ગીર ગઢડા સિવિલ કોર્ટે 7માંથી 6 શખ્સોને સજા ફટકારી છે. જેમાં 5ને 3 વર્ષની અને 1ને એક વર્ષની સજા સંભળાવી છે, તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આરોપીની ગીર જંગલમાં આવેલી જમીન ખાલસા કરવાની એક મહિનામાં કાર્યવાહી કરી જમીનનો કબજો મેલી કોર્ટને રિપોર્ટ કરવા આદેશ કર્યા છે. આ અંગે વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગીર સોમનાથના ગઢડામાં સિંહની પજવણી કાંડમાં કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. ગીર ગઢડા કોર્ટે સાત આરોપીઓ પૈકી છ આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. જેમાં એક આરોપીને એક વર્ષની અને પાંચ આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સિંહના ગેરકાયદેસર દર્શન કરાવવા માટે સિંહને મુરઘી બતાવીને વિકૃત આનંદ માણવામાં આવતો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કેસ દાખલ થયો હતો. જેના આધારે કોર્ટે સજા ફટકારી છે.

બનાવની મળતી વિગત મુજબ, 19 મે 2018નાં ઇલ્યાશ અદ્રેમાન હોય એ પોતાને સેટલમેન્ટ વિસ્તારમાં મળેલી જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કર્યા હતા. સેટલમેન્ટવાળી જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ આપી સિંહને મરઘાનું મારણ આપ્યું હતું. તેમજ પ્રલોભન આપી શિકારનો ગુનો આચર્યો હતો. ઇલ્યાશ હોથએ સિંહની કુદરતી અવસ્થામાં વિક્ષેપ પાડ્યો હતો. તેમજ પ્રલોભન આપી સિંહની દિનચર્યામાં ભંગ કર્યો હતો.આ ઉપરાંત રવિભાઇ કાંતિભાઇ પાટડીયા (અમદાવાદ), દિવ્યાંગ ઘનશ્યામભાઇ ગજ્જર (અમદાવાદ), રથિન અનિલભાઇ પોપટ (અમદાવાદ), માંગીલાલ ગમીરા મીના (રાજસ્થાન, હાલ ભોજદે તાલાલા)ને ગેરકાયદેસર સિંહ દર્શન માટે સગવડતા પુરી પાડી રૂપિયા મેળવ્યા હતા. તેમજ ગેરકાયદેસર સિંહની પજવણીની વૃતિ પણ કરી હતી.

આ તમામ લોકોની વન વિભાગ દ્વારા અટક કરવામાં આવી હતી.ગીરના સાવજોની પજવણી સાથે ગેરકાયદે લાયન શો મામલે કોર્ટે પણ ગંભીર નોંધ લઇ આકરૂ વલણ અખ્તયાર કર્યું છે. ગુનેગારોને કેદની સજા ઉપરાંત જમીન માલિક વિરુદ્ધ આકરી કાર્યવાહ હાથ ધરવા આદેશ કર્યા છે. જે અંતર્ગત ગીર અભ્યારણ્યમાં વર્ષો પૂર્વે જમીન માલિકોને સેટલમેન્ટની જમીન ફાળવવામાં આવી હતી. જે મુજબ આ કામના મુખ્ય આરોપી નં. 1 ઈલ્યાસ અદૃમાન હોથના વડવાઓને ફાળવવામાં આવી હતી. ગીર અભ્યારણ્યમાંના બાબરીયા રેન્જ ફોરેસ્ટમાં આવેલા ઘૂંબક વિસ્તારમાંની સેટલમેન્ટવાળી જમીન ખાલસા કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ સાથે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને એક માસમાં કાર્યવાહી કરી કબજો મેળવી