ગુજરાત AAPનો CM પદનો ચહેરો 4 નવેમ્બરે જાહેર કરશે ?

ગુજરાત AAPનો CM પદનો ચહેરો 4 નવેમ્બરે જાહેર કરશે ?
ગુજરાત AAPનો CM પદનો ચહેરો 4 નવેમ્બરે જાહેર કરશે ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માટે લોકોનાં સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ AAP મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે? ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા અત્યારસુધીમાં 86 ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે AAP ગુજરાતના મુખ્યમંત્રીપદનો ચહેરો પણ 4 નવેમ્બરના રોજ જાહેર કરવા જઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે દિલ્હીના CM અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની પસંદગી માટે એક ફોનનંબર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના લોકો દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવામાં આવશે. AAP દ્વારા જાહેર કરવામાં આવેલા ફોનનંબર 6357000360 પર એસએમએસ, વ્હોટ્સએપ મેસેજ, વોઇસ મેસેજ અને ઇમેલ પર પણ મેલ કરવા કેજરીવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે. 3 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી આ ફોનનંબર પર સીએમ અંગેની પસંદગી કરી શકાશે અને 4 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવામાં આવશે.?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here