ગુજરાત સહિત 11 રાજયો ‘ગંભીર ચિંતાના રાજયો’ની શ્રેણીમાં મુકાયા

44
ગુજરાત
ગુજરાત

11 રાજયોના આરોગ્ય પ્રધાનો સાથે ખાસ બેઠકમાં સઘન ચર્ચા, વધતા કેસોને અને દૈનિક મૃત્યુ આંકને કારણે અમુક રાજયો ગંભીર ચિંતાની યાદીમાં

લગ્ન સમારંભો, સ્થાનિક ચૂંટણીઓ, કિસાન આંદોલનને કારણે કોરોના વકરી રહયાનો કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનનો મત

ગુજરાત, હિમાચલ અને મહારાષ્ટ્ર જેવા રાજયોને રેપીડ એન્ટીજન ટેસ્ટ પર વધુ પડતો મદાર રાખવા સામે ચેતવ્યા હતા

Subscribe Saurashtra Kranti here

કોરોનાના રોજે રોજ વધતા જતા કેસો અને વધતા જતા મૃત્યુ આંકને કારણે કેન્દ્ર સરકારે આજે ગુજરાત સહિતના 11 રાજયોને ‘ગંભીર ચિંતાના રાજયો’ની શ્રેણીમાં મુકયા છે. 11 રાજયોના આરોગ્ય પ્રધાનો સાથેની વીડિયો બેઠકમાં કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને કોરોના કટોકટી અંગે એવું મત્વય વ્યકત કર્યુ હતું કે, ઢગલા બંધ લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ અને ખેડૂત આંદોલન જેવા પરિબળોને કારણે કોરોના સંક્રમણ અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહયો છે. તેમણે સંક્રમણ અટકાવવા અને કાબુમાં લેવા માટે કેન્દ્ર તમામ પ્રકારની સહાય કરશે એવી રાજયોને ખાત્રી આપી હતી.

દૈનિક કેસો અને મૃત્યુદરને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી, હરીયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને ગંભીર ચિંતા વાળા રાજયોની શ્રેણીમાં મુકયા છે. વીડિયો કોન્ફરન્સમાં આ રાજયોના આરોગ્ય મંત્રીઓ સાથે વાતચીત કરતા હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, કોરોનાનો આ ઉછાળો કાર્યક્રમો અને સમારંભોને લીધે છે. મોટા પાયે લગ્ન, સ્થાનિક ચૂંટણીઓ તથા ખેડૂત આંદોલન કોરોનાના ઉછાળા માટે જવાબદાર પરીબળ છે. તેમણે કહયું હતું કે, 11 રાજયોમાં છેલ્લા બે સપ્તાહ દરમ્યાન કોવિડ કેસો અને મૃત્યુ આંકમાં જબરો ઉછાળો નોંધાયો છે. દેશમાં નોંધાતા કુલ કેસો પૈકીના 54 ટકા આ રાજયોમાં નોંધાયા છે અને દેશના કુલ મૃત્યુ પૈકીના 65 ટકા મૃત્યુ આ રાજયોમાં નોંધાયા છે. મહારાષ્ટ્ર અને પંજાબનો મૃત્યુનો આંકડો ખુબ જ ઉંચો છે.

Read About Weather here

મંગળવારે પણ દેશમાં ગંભીર પરિસ્થિતિ રહી છે અને એક દિવસમાં 1 લાખ 15 હજાર 320 કેસો નોંધાયા છે અને 630 દર્દીઓના મૃત્યુ થયા છે. સંક્રમણનો શીકાર બનતા મોટા ભાગના દર્દીઓ 15 થી 44 વર્ષની વચ્ચેની વયના છે અને મૃત્યુ પામનાર દર્દીઓમાં મોટા ભાગે 60 વર્ષથી વધુની વયના વયસ્કો છે. કેન્દ્રના આરોગ્ય મંત્રીએ ટેસ્ટીંગ વધારવાના રાજયોના પ્રયાસોની સરાહનાહ કરી હતી પણ સાથે સાથે ગુજરાત, હિમાચલ અને મહારાષ્ટ્ર જેવા રાજયોને રેપીડ એન્ટીજન ટેસ્ટ પર વધુ પડતો મદાર રાખવા સામે ચેતવ્યા હતા. તેમણે રાજયોને તમામ મદદની ખાત્રી આપી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમાં યમરૂપ કોરોનાએ વધુ 24નો ભોગ લીધો
Next articleરાત્રિ કફર્યુ લાદવા સામે વેપારીઓનું અલ્ટીમેટમ