આમ તો ગુજરાત યુનિવર્સિટીમાં સતત વિદ્યાર્થી નેતાઓ દ્વારા જુદૃા જુદૃા પ્રશ્ર્નો મામલે વિરોધ પ્રદૃર્શન કરાતા હોય છે. ક્યારેક તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રારનો ઘેરાવો પણ કરવામાં આવે છે. આ વિરોધથી બચવા ખાનગી સિક્યોરીટી તેમજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસની મદૃદૃ લેવાતી રહી છે. પરંતુ હવે નવા વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં હટ્ટા-કટ્ટા બોડીગાર્ડ પણ નજરે પડે તો ચોંકી નાં જતા. કેમકે હવે સત્તાધીશોએ આવા વિરોધી વિદ્યાર્થીઓથી રક્ષણ માટે બોડીગાર્ડ રાખવાની શરૂઆત કરી છે. યુવા વિદ્યાર્થી નેતાઓ માટે ગુજરાત યુનિવર્સીટીને રાજનીતિમાં પ્રવેશ માટેનો દ્વાર માનવામાં આવે છે. એબીવીપી હોય કે એનએસયુઆઈ હોય સતત વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો મામલે અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતા કેટલાક નિર્ણયો મુદ્દે વિરોધ પ્રદૃર્શન કરતા રહૃાા છે.
ભૂતકાળમાં આવા પ્રદૃર્શનો વખતે ક્યારેક ખુરશીઓ ઉછળી છે, તો ક્યારે વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી પણ થઈ જાય છે. વિદ્યાર્થી નેતાઓએ વિરોધ દૃરમિયાન અનેકવાર કુલપતિ, ઉપકુલપતિ તેમજ રજિસ્ટ્રારનો ઘેરાવ તો ક્યારેક ધક્કે પણ ચઢાવ્યા છે. આવી સ્થિતિ જ્યારે પણ બની છે ત્યારે ખાનગી સિક્યોરીટી સિવાય અત્યાર સુધી ગુજરાત યુનીવર્સિટી પોલીસની મદૃદૃ પણ લેવાતી રહી છે. જરૂર જણાતા પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતાઓની અટકાયત તો ક્યારેક હ્લૈંઇ નોંધવા સુધીઓના પગલા પણ લેવાયા છે. પરંતુ પોતાની સુરક્ષા માટે હવે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને કદૃાચ ખાનગી સિક્યોરીટી અને પોલીસ પર વધુ વિશ્ર્વાસ ન રહૃાો હોય તેવું લાગી રહૃાું છે અને સુરક્ષા માટે બોડીગાર્ડ પર વધુ વિશ્ર્વાસ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહૃાા છે.
ગુજરાત યુનિવર્સીટીના સત્તાધીશોને વિદ્યાર્થી નેતાથી રક્ષણ માટે બોડીગાર્ડની જરૂર પડે એ શિક્ષણજગત માટે િંચતાજનક બાબત કહી શકાય. પરંતુ આગામી દિૃવસોમાં વિદ્યાર્થી નેતાઓ કોઈ મુદ્દે વિરોધ અથવા રજૂઆત કરવા ગુજરાત યુનિવર્સિટી પહોંચે અને આ બોડીગાર્ડ દ્વારા જો તેમને અટકાવવામાં આવશે તો અત્યાર સુધી થતા ઘર્ષણ અને વિવાદૃો કરતા પણ ભવિષ્યમાં વધુ મોટો વિવાદૃ સર્જાય તો નવાઈ નહિ. કેમકે અત્યાર સુધી તો સિક્યોરીટી ગાર્ડ અને પોલીસકર્મીઓ કેટલાક વિદ્યાર્થી નેતાઓને સમજાવી લેતા હતા, પરંતુ હટ્ટા કટ્ટા બોડીગાર્ડ યુનિવર્સિટીના સતાધીશોને કેટલું રક્ષણ પૂરું પાડી શકશે તે તો આવનારો સમય જ બતાવશે.