ગુજરાત પોલીસે માસ્ક અને જાહેરમાં થૂકનારા પાસેથી ચાર દિવસમાં વસૂલ્યો આટલો દંડ…

116
ગુજરાત પોલીસ
ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

Subscribe Saurashtra Kranti here

રાજ્યમાં કોરોના વાયરસે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. તેની વચ્ચે કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું પાલન ન કરનારા લોકો સામે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂકનારા લોકો પાસેથી માત્ર ચાર જ દિવસમાં ૨.૬૬ કરોડનોં દંડ વસૂલ્યો છે.

૫ એપ્રિલના રોજ ગુજરાત પોલીસ દ્વારા એક જ દિવસમાં જાહેરનામા ભંગ બદલ ૮૬૮૨ લોકોના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અલગ અલગ ૪૦૪ ગુના હેઠળ ૮૬ લાખ ૬૦ હજાર ૫૦૦ રુપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે ૭૯૫ વ્યક્તિઓની ધરપકડ અને ૬૧૭ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કોરોના સંક્રમણ ખતરનાક રીતે વધી રહૃાું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત અત્યંત ખરાબ છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે.

છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા ૧૭ હજાર ૧૮૦ પોઝિટીવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા ૩૨૮૦ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે ૧૨૧ દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન ૧૭ દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં ૩ લાખ ૨૪ હજાર ૮૮૧ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી ૩ લાખ ૨ હજાર ૯૩૨ લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે ૪ હજાર ૫૯૮ લોકોના મોત થયા છે.

રાજ્યમાં કોરોના સંક્રણ વધતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગઈકાલે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્યુંની જાહેરાત કરી હતી. સુરતથી આવ્યા બાદ મુખ્યમંત્રીએ સીધા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી ચર્ચા કરી ત્યારબાદ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગર ઉપરાંત ૧૨ શહેરમાં રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યું નો નિર્ણય કરાયો હતો.

Read About Weather here

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર આઠ મહાનગર ઉપરાંત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેંદ્રનગર અને ભરૂચમાં પણ રાત્રી કર્યુ લાગુ કરાયો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here