આજના કળિયુગમાં જ્યારે કોઈ આઇ લવ યુ કહીને પણ પ્રેમ અધવચ્ચે છોડીને જતા રહે છે તો ક્યારેક કોઈ આઇ લવ યુ કીધા વગર પણ આખી જિંદગી સાથ નિભાવી જાય છે એવી જ એક સાચો પ્રેમ સમજાવતી ફિલ્મ લવ સ્ટોરી ગઈ કાલે યુ ટ્યુબ ચેનલ મકવાણા પ્રોડક્શન અને એમ એક્સ પ્લેયર પર રિલીઝ થઈ છે. આ ફિલ્મનું બધું શૂટિંગ રાજકોટમાં કરવામાં આવ્યું છે. લવ સ્ટોરી શોર્ટ ફિલ્મના લેખક, ડિરેક્ટર, એડિટર હિમાંશુ મકવાણા છે. ગાયક અને સંગીત નિર્દેશક નરેન્દ્ર પરમાર અને ભૂમિ ગાથાણી છે. લવ સ્ટોરી શોર્ટ ફિલ્મના હિરોઈન ધારા કાચા જે આરતી તથા ફિલ્મના હીરો હિમાંશુ મકવાણા જે આકાશનું કિરદાર નિભાવે છે કેમેરામેન તરીકે કામ રાજકોટ ફિલ્મ ફ્રેમ સ્ટુડિયોએ કરેલ છે.લોકેશન પાર્ટનર તરીકે રાજકોટ ફન એન્ડ ફૂડ ચાઇ શુટ્ટા બાર આલિદ્રા ગાર્ડન નર્સરી તથા જલારામ હોસ્પિટલ ને મકવાણા પ્રોડક્શન તરફથી અભિનંદન કે જેમને લવ સ્ટોરી શોર્ટ ફિલ્મમાં સપોર્ટ કર્યો. સાચો પ્રેમ શું છે તે સમજાવવાના હેતુથી લવ સ્ટોરી ફિલ્મ બનાવી વેલેન્ટાઇન ડે પર રીલીઝ કરવામાં આવી.
Home GUJARAT