ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં સતત વધારો : દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટએટેક

ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં સતત વધારો : દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટએટેક
ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં સતત વધારો : દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટએટેક

છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતાં, ઓફિસમાં કામ કરતી વખતે ડાન્સ કરતાં-કરતાં હાર્ટએટેક આવવાના કેસ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે.

છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40047 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.

ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં સતત વધારો : દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટએટેક હૃદયરોગ

આ અંગે ઈમરજન્સ સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2023ના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરી થી જૂન કરતાં 2024માં જાન્યુઆરી થી જૂનમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 20 ટકાનો વધારો થયો છે.

હૃદયને લગતી ઈમરજન્સીના કેસ જાન્યુઆરી થી જૂન 2023માં 33936 જ્યારે જાન્યુઆરી થી જૂન 2024 માં 40047 કેસ નોંધાયા છે. આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ 7175 જ્યારે એપ્રિલમાં 5907 કેસ નોંધાયેલા છે.

ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં સતત વધારો : દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટએટેક હૃદયરોગ

બીજી તરફ અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન 2024 માં 11782 અને જાન્યુઆરીથી જૂન 2023માં 10150 કેસ હૃદયને લગતી ઈમરજન્સીના કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 65 લોકો હૃદયને લગતી ઈમરજન્સીના શિકાર બને છે.

ડોક્ટરોના મતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થવા માટે ફાસ્ટફૂડ, લાઈફ સ્ટાઈલ મુખ્ય જવાબદાર પરિબળ છે.અનેક લોકો પૂરતી કસરત કે નિયમિત વોકિંગમાં ગયા વિના અચાનક વધારે પડતો શ્રમ લઈ લે તેવા કિસ્સામાં પણ હૃદયરોગનો હુમલો હોય છે. યોગ્ય આહારશૈલી, નિયમિત વોકિંગ-કસરત, પૂરતી ઊંઘથી હૃદયની તંદુરસ્તીમાં વધારે કરી શકાય છે.

ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં સતત વધારો : દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટએટેક હૃદયરોગ

ડોક્ટરના મતે હાર્ટ એટેકથી બચવા તણાવમુક્ત જીવન, નિયમિત આહાર, પુરતી ઊંઘ / આરામ, સારો સાત્વીક ખોરાક, તાજા, લીલા શાકભાજી તથા ફળ યુક્ત ખોરાક વધારે લેવા જોઈએ.

હાર્ટ એટેકના લક્ષણોમાં છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકાર સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદદ થવું, જડબામાં દુખવું હાથ ભારે લાગવા મુખ્ય લક્ષણો હોય છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here