આ નવેમ્બર મહિનામાં સારી ઠંડી પડી રહી છે. જ્યારે કે ગત વર્ષે આ દિવસોમાં લઘુત્તમ તાપમાન ૧૮-૧૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. નવેમ્બર મહિનામાં જ આ વર્ષે તાપમાન ૧૪ ડિગ્રીથી વધુએ પહોંચી ગયું છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન ખાતાના અપડેટ મુજબ, અમદાવાદ સહિત જુદા જુદા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ૧૪ થી ૧૭ ડિગ્રી સુધી જઈ પહોંચ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન વલસાડમાં ૧૪ ડિગ્રી નોંધાયું છે. તો નલિયામાં ૧૪.૭ અને ગાંધીનગરમાં ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વહેલી સવારે ઠંડક વધતા શહેરીજનો બાગ બગીચાઓમાં નજરે પડ્યા છે. બાગ બગીચાઓમાં યુવાનો કસરત કરતા દેખાયા, તો વૃદ્ધો મોર્નિંગ વોક કરતા નજરે ચઢ્યા. આ વર્ષે લા નીનાની સ્થિતિને કારણે કડાકાની ઠંડી પડી શકે છે.
આ માહિતી તાજેતરમાં ભારતીય મોસમ વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ આપી હતી. તેઓએ કહૃાું હતું કે, જલવાયુ પરિવર્તનથી તાપમાનમાં વધારો થઈ રહૃાો છે. પરંતુ તેનાથી વિપરીત તેને કારણે મોસમ અનિયમિત પણ થઈ રહૃાું છે. જોકે, લાલીનાનાની સ્થિતિ નબળી છે, તેથી આ વર્ષે આપણે વધુ ઠંડીની આશા કરી શકીએ છીએ. જો શીત લહેરની સ્થિતિને કારણે મોટા કારક પર વિચાર કરીએ તો અલ નીનો અને લા નીનો મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે એમ પણ કહૃાું કે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ઠંડી વધુ પડે છે. જ્યાં શીતલહેરને કારણે વધુ સંખ્યામાં મોત થાય છે. આઈએમડી દર વર્ષે નવેમ્બરમાં શીત લહેરનું પૂર્વાનુમાન પણ જાહેર કરે છે.
જેમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન શીત લહેરની સ્થિતિની માહિતી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, લા નીના પ્રશાંત મહાસાગરના સપાટીના જળ ઠંડા થવાની પ્રોસેસ સાથે જોડાયેલું છે. જ્યારે કે અલ નીનો તેની ગરમી સાથે જોડાયેલું છે. બંને સ્થિતિની ભારતીય હવામાન પર મોટી અસર થાય છે. ઉદાહરણ તરીકે, ૨૦૨૦માં સામાન્ય કરતા વધુ વરસાદ થયો અને આ વર્ષે પાકને વધુ નુકસાન થયું. ગત વર્ષે ઠંડીની મોસમ દરમિયાન શીત લહેર વધુ લાંબી ખેંચાઈ.